Abtak Media Google News

ધોરાજી માં એક જ મહીના ની અંદર માં બીજી જગ્યા એ ગેરકાયદેસર નાં એલડીઓ ઓના વિક્રેતા ને ત્યા સંયુકત ઑપરેશન માં કેરોસીન તથા એલડીઓ લાખો રૂપિયા નો સીઝ કરાયો ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરી નુ સંયુક્ત ઓપરેશન યોગ્ય બાતમી નાં આધારે ધોરાજી નાં જેતપુર રોડ પર સરદાર ચોક પાસે આવેલ એક વેપારી ને ત્યા રેડ પડતાં ત્યાથી એલડીઓ તથા કેરોસીન નો અનઅધિકૃત રૂપિયા ૧૯,૪૪૦૦૦ જથ્થો સીઝ કરાયો હતો.

ધોરાજી માં હજું એક મહીના માં ઉપલેટા રોડ પર આવેલ અનઅધિકૃત LDO નો જથ્થો લાખો રૂપિયા નો સીઝ કરાયો હતો ત્યા હજી તેની શાહી સુકાઇ નથી ત્યા આજરોજ ધોરાજી નાં જેતપુર રોડ પર સરદાર ચોક પાસે આવેલ પેઢી માં યોગ્ય બાતમી નાં આધારે ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરી નુ સંયુક્ત ઓપરેશન માં ધોરાજીના જેતપુર રોડ પરથી એલડીઓના ગેરકાયદેસરના વહેંચાણ પર મામલતદાર અને પોલીસ ત્રાટક્યાં શહેરના સરદાર ચોક ખાતે ગેરકાયદેસરના એલડીઓના વિક્રેતાને ત્યાંથી એલડીઓ-૨૫,૦૦૦/-લીટર,કેરોસીન-૫,૬૦૦/-લીટર,ટેન્કર સહિત રૂપિયા-૧૯,૪૪૦૦૦/-નો મુદામાલ સીઝ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી લાંબા સમય થી ચાલતું આ લાઈટ ડિઝલ ઓઈલ (એલડીઓ )ગોરખધંધો ચાલતો હોય તેવી  આજે ચર્ચા ઉઠી રહી છે જવાબદાર પુરવઠા સહીત ના તંત્ર ના અસ્તિત્વ સામે સવાસો ઉભાં થાય છે ધોરાજી ખાતે એક જ મહીના ની અંદર બીજું આ કૌભાંડ ઝડપાયું છે ધોરાજી પંથક માં ગેરકાયદેસર નુ એલડીઓ ઓનુ વેંહેચાણ કરતાં ધંધાર્થીઓ માં ફફડાટ વ્યાપી જવા પામી છે

ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરી ને મળી છે આ બીજી સફળતા  ૧૯,૪૪૦૦૦ રૂપિયા નો જથ્થો સીઝ કરતાં કાળાં ધોળા નાં કારસ્તાન કરના ઓમાં આ ઘટના ને પગલે સન્નાટો છવાઈ ગયો છે ધોરાજી પોલીસ નાં જવાનો તથા પીઆઇ ઝાલા સાહેબ તથા પ્રાંત કચેરી નાં તુષાર જોષી તથા મામલતદાર કચેરી ના અપારથનારથી સાહેબ ની સંયુકત ઑપરેશન માં આ કૌભાંડ ઝડપાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.