Abtak Media Google News

દેશમાં સીંગલ ટેકસટાઈલ પોલીસી ઘડવા માટે ત્રણ દિવસ ચાલનાર ઈન્ડિયન ગ્લોબલ ટેકસટાઈલ સમીટ મદદરૂ રૂપ થશે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુના હસ્તે ઉદ્ઘાટન

ટેકસટાઈલ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવાના હેતુથી અને દેશમાં ટેકસટાઈલ માટે એક જ ટેકસટાઈલ પોલીસી ઘડવાના ઉદ્દેશ્યને આગળ ધપાવવા અમદાવાદમાં ઈન્ડિયન ગ્લોબલ ટેકસટાઈલ સમીટ ૨૦૧૮નો પ્રારંભ થઈ ચૂકયો છે.

કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુના હસ્તે સમીટનું ઉદ્ઘાટન થયું હતું. આ ત્રિદિવસીય ટેકસટાઈલ સમીટનું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તા મસ્કતી કલો મર્ચન્ટસ એસોશીએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સમીટમાં ટેકસટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૩ હજારી વધુ મહાનુભાવો ઉપસ્તિ રહેશે. ટેકસટાઈલ ઉદ્યોગ મહત્વની બની રહેનાર આ સમીટને મીનીસ્ટ્રી ઓફ ટેકસટાઈલ અને રાજય સરકારનો ટેકો મળી રહ્યો છે.

ઈન્ડિયન ગ્લોબલ સમીટનો મુખ્ય હેતુ ઈન્ડિયન ટેકસટાઈલ ક્ષેત્ર માટે રોડ મેપ ઘડવાનો છે. આ મુદ્દે સંસઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં દેશમાં સીંગલ ટેકસટાઈલ પોલીસી ઘડવામાં આવે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આ સમીટ મદદરૂપ થશે તેવી ધારણા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.