Abtak Media Google News

પદાધિકારીશ્રીઓ, મ્યુનિ. કમિશનરશ્રી અને અન્ય અધિકારીશ્રીઓએ પ્લાન્ટનો કર્યો અભ્યાસ

રાજકોટ મહાનગરપાલિકાના એક પ્રતિનિધિ મંડળે સિંગાપોર ખાતે કાર્યરત્ત “વેસ્ટ ટુ એનર્જી” માટેના વર્લ્ડ ક્લાસ પ્લાન્ટની મુલાકાત લઇ તેની વિવિધ ટેકનિકલ અને અન્ય મહત્વપૂર્ણ બાબતોનો અભ્યાસ કર્યો હતો. મહાનગરપાલિકાના પ્રતિનિધિ મંડળમાં મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલ તથા ભૂતપૂર્વ મેયર શ્રી ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી કશ્યપભાઈ શુક્લ, ડેપ્યુટી કમિશનર શ્રી ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર શ્રી એન.આર.પરમાર તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર શ્રી અંબેશ દવે જોડાયા હતાં.

Images 2 1 1આ પ્લાન્ટની મુલાકાત વિશે પદાધિકારીશ્રીઓ અને મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, “કેપ્પલ સેઘર્સ એન્જીનીયરીંગ સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડ” ના નામથી કાર્યરત્ત આ વર્લ્ડ ક્લાસ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે અને તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો સમન્વય થયેલો છે. વધુ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, વિશ્વભરમાં તેના ૩૫૦ થી વધુ પ્લાન્ટ કાર્યરત્ત છે. માત્ર એટલું જ નહી, યુરોપિયન કન્ટ્રીઝ, ભારત અને વિશ્વના અન્ય રાષ્ટ્રોના કાર્બન એમિશન અંગેના નોર્મ્સને પણ આ પ્લાન્ટ અનુસરી રહયો છે. જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની દ્રષ્ટિએ આ બાબત ખુબ જ અગત્યની બની જાય છે.

Images 1તેઓએ વધુમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટમાં પણ વર્લ્ડ ક્લાસ કહી શકાય એવો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ઉભો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટ માટે હવે ગુજરાત સરકારશ્રીના એક જી.આર. અનુસાર વાયેબીલીટી અને ફંડિંગ બાબતમાં સરકારશ્રી તરફથી આર્થિક સહયોગ પણ પ્રદાન થઇ શકે એમ હોઈ આ પ્લાન્ટ માટેની મહાનગરપાલિકાની પ્રક્રિયા વધુ આસાન બને તેવી આશા છે.

Images 4સિંગાપોર સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ૮૦૦ ટન વેસ્ટની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટની પ્રોસેસમાં મિક્સ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. વેસ્ટ ટુ એનર્જી પ્રોસેસ પૂર્વે વેસ્ટનું સેગ્રીગેશન ( કચરાનું વર્ગીકરણ ) કરવાની પણ જરૂરિયાત રહેતી નહી હોવાથી વેસ્ટ સેગ્રીગેશનની એક આખી પ્રિ-પ્રોસેસ જ નીકળી જાય છે અને ખર્ચમાં ઘણી બચત થાય છે. 24×7 એટલે કે રોજ ચોવીસે કલાક કાર્યરત્ત રહેતો સિંગાપોર નો આ પ્લાન્ટ રોજ ૨૦ મેગા વોટ એનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટ સ્થાપવા માટે આશરે ૧.૬ એકર જેટલી જમીનની આવશ્યકતા રહે છે, તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.