Abtak Media Google News

જસદણ દાઉદી વ્હોરા સમાજના નાના બાળકો એક ખરા અર્થમાં મોટી સેવાનું કામ કરી રહ્યા છે. દાઉદી વ્હોરા સમાજમાં હાલ અલ્લાહને પામવાનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. અને આજે બુધવારે ૧૬મું રોઝુ છે. સૌરાષ્ટ્રની સાથોસાથ જસદણમાં પણ પાક રમઝાન મુબારક માસનાં પ્રથમ દિવસથી રોઝા, નમાઝ, વાએઝ, ન્યાઝ જેવી અનેકાએક ઈબાદતો થઈ રહી છે.

ત્યારે સાંજે ઈફતારમાં રોઝદારો માટે ખજૂર અને બિસ્કીટની ડીસ ભરવાનું કાર્ય બાળકો હોંશે હોંશે કરી રહ્યા છે. તેઓ આ કાર્ય માટે મસ્જિદમાં અડધો કલાક વહેલા આવી પોતાની મરજીથી આ કાર્ય કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.