Abtak Media Google News

સ્ટાફનાં ૫૦ લોકોએ સાયકલ રેલી યોજી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

રાજકોટ એરપોર્ટ ખાતે વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિતે સાઈકલ રેલી, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે વહેલા ૫૦ જેટલા લોકોએ સાઈકલ લઈને રીંગ રોડ પર ચકકર મારી હતી અને ત્યારબાદ એરપોર્ટ પર આવી દરેક લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષોને પાણી પીવડાવી વૃક્ષો બચાવવા અંગે જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ એરપોર્ટમાં દરેક લોકોએ સ્વચ્છતા કરી હતી અને આજુબાજુમાં પડેલ કચરો કચરાપેટીમાં નાખ્યો હતો.

Vlcsnap 2018 06 05 10H22M52S167તેમજ તે વિશે એરપોર્ટ ડાયરેકટર બી.કે.દાસે જણાવ્યું હતું કે, આજે ૫ જૂને પર્યાવરણ દિવસ છે તો એરપોર્ટ ઓથોરીટી અને દરેક લોકો સાથે જોડાઈ એક સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને મેસેજ આપવા માટે પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવો જોઈએ અને ઓછો ઉપયોગ કરવો તેથી અમે ૫૦ લોકો સાઈકલ રેલી કાઢી હતી.

તેમજ ત્યારબાદ એરપોર્ટ આવી વૃક્ષારોપણ કર્યું અને સોશ્યલ મેસેજ આપવા માટે કે ગર્વમેન્ટ ઈન્ડિયાનો જે ધ્યેય છે કે પ્લાસ્ટીક બંધ કરો કારણકે તે પ્રદુષણ કરે છે અને દરેકને પર્યાવરણ દિવસની ખુબ શુભકામનાઓ પાઠવું છું.

Vlcsnap 2018 06 05 10H23M02S252

રૂચા ભાયાણીએ કહ્યું કે, એરપોર્ટ ઓથોરીટીમાં હું હમણા નવી જોઈન થઈ છું અને આજે પર્યાવરણ દિવસ છે તો તેને એરપોર્ટ ઓથોરીટી સેલીબ્રેટ કરે છે અને રેસકોર્સમાં ચકકર માર્યું અને બધાને પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. પ્લાસ્ટીક બચાવો અને કાગળનો ઉપયોગ કરો અને પર્યાવરણની રક્ષા કરો તે જ મેસેજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.