Abtak Media Google News

આગામી રવિવારે સમાજના ધો.પ થી ૧ર સુધીના છાત્રોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરાશે

પેલેસ રોડ ખાતે શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત શ્રીમાળી સોની સમાજના જરુરીયાત મંદ જ્ઞાતિજનોને દર માસના પહેલા રવિવારે નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત ગત રવિવારે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં સમાજ સારાંશ પરિવારના મંત્રી દિલીપભાઇ આડેસરાએ કહ્યું કે અમે આઠ વર્ષથી સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ. અને જરુરીયાત મંદ પરિવારને દર મહિને અનાજ આપીએ છીએ. જેની અંદર ખાંડ, ચોખા, તેલ વગેરે વસ્તુઓ આપીએ છીએ. તેમજ દરેક તહેવારને અનુલક્ષીને વસ્તુ આપીએ છીએ. જેમ કે મકરસંક્રાંતિમાં ચીકી, હોળી નીમીતે દાળીયા વગેરે તેમજ ઘઉની સીઝનમાં એક  એક ઘંઉની ગુણી આપીએ છીએ.3 13આ વખતે અધીક માસ એટલે ક. પરસોતમ મહિનો હોવાથી અમે અનાજની કીટ તો આપી જ છે. પરંતુ સાથે સાથે વસ્ત્રદાન એટલે કે સાડીનું વિતરણ પણ કર્યુ છે. સાડીના વિતરણનો સહયોગ લંડનવાળા ધીરુભાઇએ કરેલ છે. અનાજની કીટના પૈસા પણ તેમણે જ આપેલ છે. અમારી સંસ્થાના હિતેશભાઇ ચોકસી, મુકેશભાઇ ભુવા, છગનભાઇ આડેસરા, વિનુભાઇ વઢવાણ, કમલેશભાઇ ધોળકીયાએ જહેમત ઉઠાવી અને આ કાર્ય કર્યુ છે. તેમજ દુબઇવાળા દયાબેન પારેખ તરફથી વિધવા સહાય આપીએ છીએ અમારા સમાજમાં ૭૦ થી ૭૫ વિધવા બહેનો છે તેને અમે દર મહિને ર૦૦ રૂપિયા રોકડા આપીએ છીએ. અનાજના વિતરણની અંદર ૧૫૦ થી ૨૦૦ પરિવારો લાભ લે છે.

તેમજ આવતા રવિવારે તા.૧૦ જુને અમારા સમાજના ધો. પ થી ૧ર સુધીના બાળકોને માર્કશીટ ઉપર વિનામૂલ્યે બુક વિતરણ કરવાના છીએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.