Abtak Media Google News

જામનગરના સાધના કોલોનીમાંથી પોલીસે પાંચ શખ્સોને ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડયા છે.

જામનગરના સાધના કોલોનીમાં ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન પો.કો. રવિ બુજડ તથા ધર્મેન્દ્રસિંહ માધુભાને બાતમી મળી હતી કે, બ્લોક નં.એલ/૯૧ પાસે જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમાઈ રહ્યો છે.

આ બાતમીના આધારે પીએસઆઈ આર.બી. ગોજિયા તથા સ્ટાફે બ્લોક નં.એલ/૯૧ પાસે દરોડો પાડતા ત્યાંથી જેઠાલાલ દેવજીભાઈ પોપટ, નરેશ કિશોરભાઈ પોપટ, મોહનલાલ હોતુમલ તન્ના, કાંતિલાલ દેવજીભાઈ પોપટ તથા પરમાણંદ પ્રેમજીભાઈ માવ નામના પાંચ શખ્સો ઘોડીપાસા ફેંકી પૈસાની હારજીત કરતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૮૭૮૦ની રોકડ કબજે કરી પાંચેય શખ્સો સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ કાર્યવાહીમાં સ્ટાફના રાયદેભાઈ ગાગિયા, અજયસિંહ ચૌહાણ વગેરે સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.