Abtak Media Google News

ગુરુ હરકિશન પબ્લિક સ્કૂલની ટીમને ૭-૦ થી કારમો પરાજય આપ્યો: વિમેન્સ ફાઈનલમાં મહેસાણાની ટીમ વિજેતા

રાજકોટમાં રાષ્ટ્રીય સ્તરની હોકી ટુર્નામેન્ટમાં ગઈકાલે મેન્સ ફાઈનલમાં ઈન્કમ ટેકસ ગુજરાતની ટીમે ગુરુ હરકિશન પબ્લીક સ્કૂલની ટીમને ૭.૦ થી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ પહેલા બન્ને ટીમોએ સેમી ફાઈનલમાં રાજકોટ સિટી પોલીસ અને ફિટનેસ મેનેજમેન્ટ કલબ બરોડાની ટીમોને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

Da7Aaf3B A55C 4891 B82C 9F292Dae026Cપ્રો-હોકી લીગ જે ગુજરાતની એકમાત્ર રાષ્ટ્રીય સ્તરની ડે-નાઈટ હોકી ટુર્નામેન્ટ છે જેમાં મેન્સની ૮ ટીમો અને વુમન્સની ૪ ટીમોએ ભાગ લીધો હતો. ૬ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં વુમન્સ ફાઈનલના મુકાબલામાં મહેસાણાની ગર્લસ ટીમે ૫-૧ થી રાજકોટ વુમન્સ હોકી એસોસિએશનની ટીમ સામે વિજય મેળવ્યો હતો. ગઈકાલે પ્રથમ મેચ જે ત્રીજા સ્થાન માટે રાજકોટ સિટી પોલીસે બરોડા ફિટનેસ મેનેજમેન્ટ કલબ સામે વિજય મેળવ્યો હતો.

આ ટુનાૃમેન્ટના સમાપન સમારંભમાં જયમીન ઠાકર, દર્શન કનેરિયા, ડો.ડી.કે.વાડોદરીયા, નિલેષ પંડયા, પ્રબિર શુકલા અને રાજકોટ તરફથી તાજેતરમાં ભારતીય અન્ડર હોકી કેમ્પમાં સિલેકટ થયેલ યશ ગોંડલિયાએ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને ૫૧,૦૦૦/-, ૨૧,૦૦૦/-ના કેશ પ્રાઈઝ ઉપરાંત વિવિધ ઈનામો અપાયા હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવા સુરક્ષા સેતુ સોસાયટી અને રાજકોટ શહેર પોલીસનો સપોર્ટ બહુમુલ્ય રહ્યો હતો. ટુર્નામેન્ટના અંતમાં પ્રો.હોકી લીગ સીઝન-૩નું એલાન પણ કરી દેવામાં આવ્યું જે આગામી જાન્યુઆરી ૨૦૧૯માં રમાવામાં આવશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા ભગીરથસિંહ ખેર, ઉજજવલ, દુષ્યંતસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા અને સંજલ મહેતાનો ફાળો મુખ્ય રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.