Abtak Media Google News

રાજકોટમાં ૧ માર્ચે યોજાશે કેમ્પ: અકસ્માતે હાથ ગુમાવ્યો હોય તેવા દર્દીને કૃત્રિમ હાથ બેસાડી દેવાશે

તા.૧ માર્ચે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તથા રોટરી કલબ ઓફ જામનગર રો.મોહનકુમાર રોટરી કલબ ઓફ બેંગ્લોર એલેનમેડોઝ પ્રોસ્થેટીક હેન્ડ ફાઉન્ડેશનના સહયોગથી સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોઈ વ્યકિતએ અકસ્માતે પગ ગુમાવ્યો હોય તો તેને કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવે છે તેવી જ રીતે હવે કૃત્રિમ હાથ પણ શકય બન્યો છે. અકસ્માતે જેમણે હાથ ગુમાવ્યો હોય તેવી વ્યકિતને અલએનફોર કૃત્રિમ હાથ અત્યંત ઉપયોગી નીવડી શકશે.

Advertisement

એલએનફોર કૃત્રિમ હાથ જે તદન નિ:શુલ્ક મેળવી શકાશે. અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ દ્વારા રોટરી કલબ ઓફ જામનગર તથા રો.મોહનકુમાર રોટરી કલબ ઓફ બેંગ્લોર (સેન્ટેનીયલ), એલેન મેડોઝ, પ્રોસ્થેટીક હેન્ડ ફાઉન્ડેશન (યુએસએ)ના સહયોગથી તા.૧લી માર્ચે શુક્રવારે હોટલ પેટ્રીઆ સ્યુટસ એરપોર્ટ રોડ રાજકોટ ખાતે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એલએનફોર કૃત્રિમ હાથ આધુનિક, વજનમાં હળવો અને ટકાઉ હોય છે તે લગાવ્યા પછી મોટાભાગના દૈનિક કાર્યો સરળતાથી કરી શકાય છે. ડ્રાઈંગ કરી શકાય, કાંટા ચમચી વડે જમી શકાય. મગ પકડી શકાય. કોઈપણ પીણુ પી શકાય, સ્કુટર સાયકલ પણ ચલાવી શકાય છે.

કૃત્રિમ હાથ માટેના કેમ્પમાં દર્દીએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે લાભાર્થીઓએ હાથ તથા મોઢુ દેખાય તે પ્રમાણે ફોટો, નામ, ઉંમર, સરનામું તથા ફોન નંબર વિગેરે વિગતો લખી વોટસએપમાં મોકલી આપવી. આ માટે રો.શરદ શેઠ મો.૯૪૨૬૭ ૩૩૦૫૫ તથા રો.ભરત અમલાણી મો.૯૪૨૬૭ ૩૦૭૩૧ ઉપર સંપર્ક કરવો. રાજકોટ સૌપ્રથમ યોજાઈ રહેલા કેમ્પની સફળતા માટે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટનાં કલ્પકભાઈ મણીઆર, ડો. વલ્લભભાઈ કથીરીયા, નિલેશભાઈ શાહ, જયંતભાઈ ધોળકિયા કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં આ કેમ્પ પહેલીવાર યોજાઈ રહ્યો છે. કોઈપણ પ્રકારના અકસ્માતે કાંડુ ગુમાવ્યું હોય તેવી વ્યકિતને આપ જાણતા હોય તો તેને મદદનો હાથ લંબાવી શકો છો, નિ:શુલ્ક કેમ્પનો લાભ લેવા આયોજકોએ સૌરાષ્ટ્રભરનાં જ‚રતમંદ લોકોને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.