Abtak Media Google News

આયુર્વેદિક મહત્વ ધરાવતા ખાખરાના વૃક્ષ ફુલ ઔષધિ સમાન છે

હાલમાં ખાખરાના વૃક્ષોમાં મનમોહક નજારો અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકાના અનેક વિસ્તારોમાં કેસુડાના ફુલ જોવા મળી રહ્યા છે. જાણે ફાગણના આગમનની રાહ જોતા હોય તેમ ફાગણ મહિના પહેલા ખાખરાના વૃક્ષોમાં ફુલ આવે છે જેને કેસુડાના ફુલ પણ કહેવામાં આવે છે.

જે સરેરાશ ચૈત્ર મહિના સુધી ફુલો જોવા મળે છે. આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ ખાખરાના વૃક્ષ તથા ફુલનું અનેક રીતે ઔષધી તરીકે પણ ઉપયોગી છે. તેમજ લોકવાયકા મુજબ વર્ષો પહેલા કેસુડાના ફુલોના રંગથી હોળી એટલે કે ધુળેટીની ઉજવણી કરવામાં આવતી જે સમય જતા લુપ્ત થતી ગઈ હાલમાં કેમીકલયુકત કલરનો ઉપયોગ થઈ રહ્યો છે.

ખાખરાના વૃક્ષથી થતાં ફાયદાઓ વિશે જાણીએ તો ખાખરાના લાકડાના બળતણ તથા ઓજારોના હાથા બનાવવા તેમજ યજ્ઞમાં વાપરવામાં આવે છે. ખાખરાના મુળની છાલનો રસ પીવાથી ઝાડમાં કફમાં લોહી પડવા સહિતમાં મહત્વનો ભાગ ભજવે છે અને છાલમાંથી દોરડા અને ખાટલા ભરવાનું વાણ બનાવવામાં પણ ઉપયોગી છે.

ખાખરાના પાનથી કૃમિ હરસ પેશાબ ન ઉતરવો વા ખરજવુ સહિતમાં ખાખરાના પાન પાણીમાં પલાળી પીવાથી ફાયદારૂપ છે. તેમજ ખાખરાના એટલે કે કેસુડાના ફુલ પાણીમાં પલાળી સ્નાન કરવાથી શરીરમાં અનેક રોગોને રક્ષણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.