Abtak Media Google News

જિલ્લા કલેકટરને કરાયેલી અરજીના સંદર્ભે ફરિયાદ નોંધાતા બંનેની ધરપકડ

જસદણમાં ગીતાનગર મેઈન રોડ પર રહેતા 73 વર્ષના કનકરાય અમૃતલાલ વ્યાસની જસદણમાં આવેલી જમીન પચાવી પાડી કૌભાંડ આચરવા અંગે લેન્ડ ગ્રેનીંગ હેઠળ ગુનો નોંધાયોછે. જેના આધારે પોલીસે આરોપી અશોક ઉનડભાઈ ધાધલ અને તેના ભાઈ ગભરૂ (રહે. બંને ગોખલાણા રોડ, જસદણ) વિરુદ્ધ ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે.ગભરૂ ધાધલ જસદણ નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટાયેલ નગરસેવક છે.ફરિયાદી કનકરાયે પોલીસને જણાવ્યું કે, હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. સંતાનમાં બે પુત્રો છે જે કર્મકાંડ કરે છે. 1970ની સાલમાં દેવુબાઈબેન લખુભાઈ કાઠી અને રાણીંગભાઈ જીવાભાઈ કાઠીની માલિકીની જસદણના સિટી સર્વે નં.141ની 366 28 ચો.મી. જમીન તેમના માતા અંબાબેને રૂ.20 હજારમાં ખરીદ કરી હતી. જમીનના વારસદારો તરીકે તેમના ભાઈ રતિલાલ અને પોતે છે.

જ્યારે જમીનનો કબજો ભોગવટો તેમની પાસે હતો તે વખતે ત્યાં ઓસરીવાળુ બે રૂમવાળુ કાચુ મકાન બાંધેલું હતું. 2001ના ભૂકંપમાં તે મકાન પડી ગયું હતું. જમીન ફરતે જે કમ્પાઉન્ડની દીવાલ હતી તે પણ 6 વર્ષ પહેલાં પડી ગઈ હતી. જેથી બંને આરોપીઓએ આ દીવાલના પ્રવેશદ્વારે લોખંડના પતરાની આડશ મુકી તથા બહારના ભાગે મોટી કેબીન મુકી જમીન પર કબજો જમાવી દીધો હતો.

એટલું જ નહીં ગઈ તા.23/82016ના રોજ રાત્રે બંને આરોપીઓએ ઘરે આવી તેમને અને પરિવારના સભ્યોને એવી ધમકી આપી હતી કે આ મિલકતમાં અમારો ભાગ છે. તમે કાંઈ કરશો કે કાંઈ કરાવશો તો જાનથી મારી નાખશું તેમ કહી બેફામ ગાળો ભાંડતા બંને આરોપીઓ વિરુદ્ધ જસદણમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ બંને આરોપીઓના પિતા ઉનડભાઈએ તેમના માતુશ્રીએ 1970ની સાલમાં જેમની પાસેથી જમીન ખરીદ કરી હતી તેમની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં પ્રતિવાદી તરીકે તેમને જોડ્યા હતા. આ કેસમાં આટકોટ રોડના સીમાડે આવેલા જમીનના દસ્તાવેજો રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોર્યા હતા. આખરે જસદણ કોર્ટે 2019ની સાલમાં અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. જેથી ઉનડભાઈએ આ હુકમની સામે રાજકોટમાં ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં પણ કોઈ વચગાળાની રાહત આપવામાં આવી ન હતી. ત્યારબાદજસદણના એસડીએમ પાસે સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડમાં તેમની નોંધ સામે અપીલ કરતા આ અપીલ પણ દાખલ પાત્ર થવા ન હોવાથી રજીસ્ટરથી દૂર કરવાનો હુકમ કરી અપીલ અરજી કાઢી નખાઈ હતી. જેની સામે રાજકોટના કલેક્ટર પાસે કેસ કરી અપીલ કરી હતી, જે અપીલ અરજી પણ કાઢી નખાઈ હતી.

બંને આરોપી અશોકે ગઈ તા.19 1/2 1ના રોજ તેમના પુત્ર જીતેન્દ્ર અને ભત્રીજા કૃષ્ણકાંત અને વિજય જ્યારે પ્લોટ ઉપર હાજર હતા ત્યારે ગાળો આપી જમીનમાંથી નીકળી જવાની ધમકી આપી હતી. જે અંગે પણ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તાજેતરમાં લેન્ડગ્રેબીંગનો કાયદો આવતા કલેક્ટર પાસે તેમના પુત્રી જીતેન્દ્રએ અરજી કરી હતી. જેના પગલે તપાસના અંતે આજે બંને આરોપીઓ વિરુદ્ધ નવા લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.