Abtak Media Google News

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ખાતમુહુર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.12.08 કરોડના ખર્ચે વોર્ડ નં.1 સંતોષ પાર્કમાં કોમ્યુનીટી હોલનું નિર્માણ કરાશે. જેનું ખાતમુહુર્ત રાજ્યના સામાજીક, ન્યાય અને અધિકારીતા, મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.

Advertisement

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, ડો.અલ્પેશભાઈ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રમુખ હિતેશભાઈ મારૂ, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, કાનાભાઈ ખાણધર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિતભાઈ વાડોલીયા તેમજ સ્થાનિક રહિસો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

સંતોષ પાર્ક મેઇન રોડ પર કોમ્યુનીટી હોલના પ્લોટનું ક્ષેત્રફળ-3000.00 ચો.મી. છે. જેમાં બાંધકામ ક્ષેત્રફળ- 4655.00 ચો.મી. છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની સુવિધા, એન્ટરન્સ લોબી, એડમીન ઓફિસ, લોકો માટેની બે(ર) કોમન લિફ્ટ અને કિચન માટેની એક(1) સર્વિસ લિફ્ટ અને કોમન એરિયા માટે સી.સી.ટી.વી. કેમેરા, પ્રથમ માળ પર 700 માણસોની કેપેસિટી વાળા નોન-એસી ફંકશન અને ડાઈનનિંગ માટેના હોલ, વર અને વધુ માટેના અટેચ બાથરૂમ વાળા એસી રૂમ, સ્ટોર રૂમ સાથેનો કિચન એરિયા, વોશ એરિયા અને હેન્ડ વોશ એરિયા અને કોમન ટોઇલેટ એરિયા જ્યારે બીજો માળ પર 700 માણસોની કેપેસિટી વાળા એસી ફંકશન અને ડાઈનનિંગ માટેના હોલ, વર અને વધુ માટેના અટેચ બાથરૂમ વાળા એસી રૂમ, સ્ટોર રૂમ સાથેનો કિચન એરિયા, વોશ એરિયા અને હેન્ડ વોશ એરિયા અને કોમન ટોઇલેટ એરિયા જેવી સુવિધા હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.