Abtak Media Google News

 પ્રવાસન મંત્રીએ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માની જન્મભૂમિ માંડવી ખાતે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી

  પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ શેઠશ્રી શુરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતું. પ્રવાસન મંત્રીશ્રીએ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માની જન્મભૂમિ માંડવી ખાતે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. હર્ષોલ્લાસ સાથે માંડવી શહેર ખાતે કચ્છ જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. 77મા સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પ્રવાસન મંત્રીશ્રીએ નાગરિકોને સુરક્ષિત, સ્વસ્થ, શાનદાર અને સુવિકસિત ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, કચ્છની ધરતીને અનેક મહાનુભાવોએ પોતાનાથી કર્તવ્યથી સિંચન કરીને પાવન બનાવી છે. કચ્છની ધરતી ઉપરથી ધ્વજવંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ મંત્રીશ્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. માલતીબેન મહેશ્વરીત્રિકમભાઈ છાંગાપ્રદ્યુમનસિંહ જાડેજાકેશુભાઇ પટેલઅનિરુદ્ધભાઈ દવે, માંડવી નગરપાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક  સાગર બાગમાર, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામક  આર.કે.ઓઝા, માંડવી મુંદ્રા પ્રાંત અધિકારી  ચેતન મિસણ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.