Abtak Media Google News

૧૪૨ કેસ કરી ૨૪૮૦૦નો દંડ વસુલ્યો, ૪૦થી વધુ વિર્દ્યાથીઓનું વહન કરતી સ્કૂલ વેન ડીટેઈન કરાઈ

શહેરમાં વધતા જતા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા તેમજ શાળાઓમાં વિર્દ્યાથીઓને વાહનોમાં સ્કૂલે મુકવા જતા વાહનો ચાલકો વધુ વિર્દ્યાથીઓને બેસાડતા હોવાથી મળેલી ફરિયાદની આધારે ટ્રાફિક શાખા દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક બ્રાંચની ૧૦ ટીમો દ્વારા વેસ્ટ ઝોન વિસ્તારમાં આવતી નિર્મલા સ્કૂલ સહિત ૧૦ સ્કૂલો ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૨ કેસ કરી દંડ વસુલ કરી ૪૦થી વધુ વિર્દ્યાથીઓનું વહન કરતી વેન ડિટેઈન કરવામાં આવી છે.

શહેરની વિકરાળ બનતી જતી ટ્રાફિક સમસ્યાને નાવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની દેખરેખ હેઠળ ટ્રાફિક શાખા દ્વારા વેસ્ટ ઝોનની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સહિત ૧૦ સ્કૂલોમાં ટ્રાફિક ટીમો દ્વારા ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં વાહનોમાં વધુ વિર્દ્યાથીઓની હેરાફેરી કરતા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. કુલ ૧૪૨ એનસી કેસ કરી ‚રૂ|.૨૪૮૦૦ની સ્ળ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ૪૦ વિર્દ્યાથીઓનું વહન કરતી સ્કૂલ વેનોને ડિટેઈન કરી હતી. ઉપરાંત સ્કૂલ સંચાલકો તેમજ વાહન ચાલકોને સુચના આપવા છતાં અમલ કરવામાં ન આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો આ સુચનાનું પાલન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ડ્રાઈવની કામગીરી ચાલુ રહેશે તેમ ટ્રાફિક શાખાના પીઆઈ આર.એમ.ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

A Drive Was Conducted By The Traffic Branch At 10 Schools Including Nirmala
A drive was conducted by the traffic branch at 10 schools including Nirmala
A-Drive-Was-Conducted-By-The-Traffic-Branch-At-10-Schools-Including-Nirmala
a-drive-was-conducted-by-the-traffic-branch-at-10-schools-including-nirmala

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.