Abtak Media Google News

ઈડરના લઈ ગામના યુવક સાથે રૂપિયા પાંચ લાખની છેત્રપિંડીનો કેસ સામે આવ્યો છે . નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપનાર ખોડા ભરવાડને ફરિયાદ આધારે પોલીસે દબોચ્યો હતો .

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લઈ ગામના યુવકને અમદાવાદના કિસ્સમે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપીને રૂપિયા પાંચ લાખની છેતરપિંડી આચરી હતી લઈ ગામમાં રહેતા સતીશ પ્રભુદાસ પટેલ નામનો યુવક ગામના જ એક વ્યક્તિ મારફતે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કાળિયાપુરા ગામે રહેતા ખોડાભાઈ ઉર્ફે કિશોર રણછોડભાઈ ભરવાડના સંપર્કમાં આવ્યા હતા જેમાં ખોડાભાઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી યુવકનો વિશ્વાસ કેળવી ઘરે આવ જાવના સંબંધો વિકસાવ્યા હતા .

ત્યારે તારીખ ૯ ફેબ્રુઆરીના રોજ ખોડાભાઈએ નવી ગાડી લેવાનું કહી યુવક પાસેથી ૪ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે ગાડીની લોન મંજૂર થઈ જતા જ હું પૈસા તરત જ પાછા આપી દઈશ જેથી યુવકે તે ઈસમને વિશ્વાસથી રૂ.૫,૦૦,૦૦૦ ઉછીના આપ્યા હતા પરંતુ વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ના મળતા યુવકને તે ઈસમ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી ન હોવાનું જણાઈ આવ્યું હતું .

જેથી યુવકે ખોટી ઓળખ આપનાર છેતરપિંડી આચરનાર ઈસમ ખોડાભાઈ ઉર્ફે કિશોર ભરવાડ સામે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ઈડર પોલીસે આ મામલે નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપનાર ખોડા ભરવાડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંજય દીક્ષિત

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.