Abtak Media Google News

સેલવાસ ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના ૩૯માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શ‚આતમાં ભાજપ અગ્રણીઓએ ડો.શ્યામાપ્રસાદ મુખરજી
અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની તસવીર સામે દિપ પ્રાગટય કર્યું હતું.

આ પ્રસંગે સંઘપ્રદેશના વરીષ્ઠ નેતા ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૧૯૮૦માં અટલબિહારીજીએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓએ ૬ વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષપદે રહીને પાર્ટીને મજબુત બનાવી હતી. બાદમાં લાલકૃષ્ણ અડવાણીજી અને નરેન્દ્ર મોદીએ ભાજપને વધુ મજબુત બનાવ્યું છે. સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું કે, છેવાડાના માનવીનો વિકાસ થાય તે ભાજપનો ઉદેશ છે. રાષ્ટ્રને સર્વોપરી રાખીને હાલના સમયમાં ભાજપ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. સ્થાપનાદિનની ઉજવણી પ્રસંગે સાંસદ નટુભાઈ પટેલ, વરિષ્ઠ નેતા ફતેહસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ હસમુખ ભંડારી, નગરપાલિકા અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ, અજયભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ સીતારામ ગવલી, નગરપાલિકા કાઉન્સીલર હીરાભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.