Abtak Media Google News

ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઊદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર સાથે કર્યા કરાર

40 હજાર કરોડના રોકાણ સાથે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા ઉત્પાદન તથા જરૂરી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ 2030 સુધીમાં બે તબક્કામાં શરૂ કરાશે: 10,400 જેટલા પ્રત્યક્ષ-પરોક્ષ રોજગાર અવસર મળશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથની નેમ સાથે નેટ ઝીરો કાર્બન ઈમિશન અને ગ્રીન ક્લીન એનર્જી માટે કરેલા આહવાનને ગુજરાત ઝીલી લેવા સજ્જ બન્યું છે.આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ અને ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ સંપન્ન થયા હતા.

Advertisement

આ એમઓયુ  કચ્છ જિલ્લામાં 1 મિલિયન ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના વિકાસ માટે કરવામાં આવ્યા છે.રૂપિયા 40 હજાર કરોડના કુલ રોકાણ સાથે આ સૂચિત પ્રોજેક્ટ બે તબક્કામાં 2030 સુધીમાં પૂર્ણ કરવાનું અને તેના દ્વારા અંદાજે 10,400 જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના સર્જનનું લક્ષ્ય છે.ઊદ્યોગમંત્રી  બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આ એમઓયુ કરતાં વિકાસકાર ઊદ્યોગ જૂથ ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ. શ્રી રણજિત ગુપ્તાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વડાપ્રધાન ની મેઈક ઈન ઈન્ડિયા-મેઈક ફોર ધ વર્લ્ડની સંકલ્પના સાકાર કરીને પ્લાન્ટમાં ઉત્પાદિત થનાર એમોનિયાને ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ મોકલી શકાશે.ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  કમલ દાયાનીએ તથા ઓકિઓર  એનર્જીના સી.ઈ.ઓ.  રણજિત ગુપ્તા એ એમઓયુ પર હસ્તાક્ષર કરીને આપ-લે કરી હતી.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઓકિઓર એ એડીજીએમ, અબુધાબીમાં શરૂ થયેલી ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ક્ષેત્રની અગ્રણી કંપની છે.

સમગ્ર ભારત, મધ્ય પૂર્વ તથા ઉત્તરી આફ્રિકા  પ્રદેશમાં 4 જીડબલ્યું ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ વિકસાવવા અને બનાવવાનું લક્ષ્ય આ કંપની ધરાવે છે.પોતાનો આવો જ વધુ એક પ્રોજેક્ટ શરૂ કરવા તેમણે ગુજરાતની પસંદગી કરી છે.

આ એમઓયુ  અવસરે મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ઊદ્યોગ કમિશ્નર  રાહુલ ગુપ્તા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.