Abtak Media Google News

કિશોર ગુપ્તા, મહેસાણા 

રાજયમાં અકસ્માતના બનાવોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. રોજ બરોજ ગોઝારી ઘટના સામે આવતી હોય છે ત્યારે વધુ એક હૃદય કંપાવી દેનાર ઘટના સામે આવી છે જેમાં એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ૨ વ્યક્તિના મોત નીપજ્ય હતા. ત્યારે બસચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહેસાણા જીલ્લાના ભાકડીયા અને ગેરત પુર વચ્ચેની છે જ્યાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ ઘટના અંગે ની વધુ તપાસ ચલાવી તજવીજ હાથ ધરી છે.

મહેસાણાના લીંચ ગામે રહેતો વિજય ઠાકોર(ઉ.વ.17) પોતાના બનેવીનું બાઈક લઇ મિત્ર મેહુલજી ઠાકોર આંબલીયાસણ કામ અર્થે ગયા હતા. આ દરમ્યાન કામ પતાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે ભાકડીયા-ગેરતપુર જતા રોડ પર એસટી બસ સાથે ટક્કર થતાં અકસ્માત થયો હતો જેમાં વિજયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પાછળ બેસેલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.