Abtak Media Google News

જામનગરમાં ફરીએકવાર હિટએન્ડ રનની ઘટના સામે આવી છે. જાણે છૂટ્ટો દોર હોય તેમ નબીરાઓ ગાડીઓ રસ્તા પર લઇને નીકળી પડે છે, બાદમાં સામાન્ય નાગરિકો તેની ઠોકરે ચડીને કા તો જીવ ગુમાવવો પડી રહ્યો છે કા તો હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે, જામનગરની ભાગોળે આવેલા સમર્પણ સર્કલ નજીક એક સિનેમા પાસે પૂરપાટ ઝડપે આવતી એક કારે અનેક લોકોને ઠોકરે લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

ઘટનામાં કોઇ જાનહાની તો થઇ નથી પરંતુ ત્રણ લોકોને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની વિગત એવી છે કે જામનગરમાં શહેરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત અનુસાર શનિવારે રાત્રીના મેહુલ સિનેમેકસમાંથી ફિલ્મ જોઇને લોકો સમર્પણ સર્કલ પાસે માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે બેકાબુ બનેલી કારના ચાલકે લોકોને અડફેટે લીધા હતા. જે તમામને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ તો બીજી બાજુ હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જેમાં દેખાઇ રહ્યું છે કે કાર ચાલકે ત્રણ લોકો અને એક બાઇકને કારે લીધા અડફેટે લીધા છે. આ સીસીટીવીનો વીડિયો વાયુવેગે સમગ્ર શહેરમાં સ્માર્ટફોનમાં ફરતો થઇ ગયો છે, લોકમુખે એવી ચર્ચા છે કે હવે બહાર નીકળીએ તો જરા સાવધાન રહેવું!.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.