Abtak Media Google News

પોલીસે ગણતરીની કલાકોમાં નામચીન શખ્સને ઝડપી રોકડ અને ધરેણા કબ્જે કર્યા

જાગનાથ પ્લોટમાં આવેલા જૈન દેરાસરમાં પૂજારી તરીકે ફરજ બજાવનારને લક્ષ્મીનગર નાલા પાસેથી છરી દેખાડી મોબાઇલ રોડક અને સોનાનીકડી મળીને ‚રૂ। ૭૪૦૦ ની લુંટ ચલાવવામાં આવી હતી. આ અંગેની પોલીસ ફરીયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી.

Advertisement

૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગર શેરીનં.૧૩માં રહેતા અને જાગનાથ પ્લોટમાં આવેલા જૈન દેરાસરના પૂજારી ઓમપ્રકાશ સુંદરલાલ આમેટા લક્ષ્મીનગર નાલા પાસેથી જઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સે ફોન કરવાના બહાને ઉભા રાખીને છરી દેખાડી લીનોવો કંપનીનો મોબાઇલ ફોન રોકડ ૨૪૦૦ અને સોનાની કડી ‚રૂ. ૩૦૦૦ મળીને કુલ ‚રૂ. ૭૪૦૦ નો મુદામાલ લુંટી લીધા હતા.

આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પીઆઇ એન.કે. જાડેજા, પીએસઆઇ એસ.વી.સાખરાએ તપાસ હાથ ધરી હતી. જેમાં લુંટ કરનાર મેહુલ ધનજી જેઠવા (ઉ.વ.ર૪) (રે. નવલનગર શેરી નં.૯ ના છેડે મવડી પ્લોટ)ને નવા બસ સ્ટેશને નજીકથી ઝડપી લીધો છે.

તેની તલાસી લેતા તેની પાસેથી રોકડા ૨૪૦૦ મોબાઇલ ફોન તથા સોનાની બુટી સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં આરોપી શહેરમાંથી તડીયાર હોય તેમજ આરોપી વિરુઘ્ધ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

મેહુલ જેઠવાની એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટે. ડી.ડી. જાડેજા, કોન્સ્ટે. અશોકભાઇ ડાંગર, નરેશકુમાર ઝાલા, મેરુભા ઝાલા અને નરેન્દ્રસિંહ ઝાલાએ ધરપકઢ કરી પુછપરછ કરતા તેની સામે મારા મારી હથિયાર ધારા ભંગ અને ચોરીના ગુના નોંધાયા હોવાથી તડીયાર કરાયો

હોવાનું બહાર આવ્યું છે. માલવીયાનગર પોલીસે મેહુલ જેઠવાનો લુંટના ગુનામાં કબ્જો સંભાળી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.