Abtak Media Google News

૧૬ ગુનામાં સામેલ અને છ દિવસ પહેલા રૂખડીયાપરાનો શખ્સ જેલમાંથી છુટયા બાદ ત્યકતા મિત્ર સાથે સુરતથી ગાંજો લઇને આવ્યો: પોલીસે ૭,૬૦૦ ગ્રામ ગાંજો, મોબાઇલ મળી રૂ.૪૬,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યા

શહેરના જુની કલેકટર કચેરી પાસે ગાંજાના જથ્થાની હેરાફેરી અર્થે નીકળેલા રૂખડીયાપરાના નામચીન શખ્સ અને તેની ત્પકતા મિત્રને  એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઇ રૂ. ૪પ, ૬૦૦ નો ૭.૬૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો એક મોબાઇલ રોકડ મળી રૂ. ૪૬,૯૦૦ નો મુદામાલ કબ્જે કરી એનડીપીએસ એકટ  એકટ હેઠળ ગુનો નોંઘ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નામચીન શખ્સ તેની મિત્ર સાથે સુરતથી ગાંજાનો જથ્થો લઇને આવ્યા હોવાની કબુલાત આપી છે.

પ્રાપ્ત દિવત મુજબ જુની કલેકટર કચેરી પાસે મામા સાહેબના મંદીર નજીક ગાંજાના જથ્થાની હેરાફેરી અર્થે નામચીન શખ્સ નીકળવાનો હોવાની બાતમી એસઓજીના પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ અજયકુમાર શુકલા તથા રણછોડ આલને પેટ્રોલીંગ દરમિયાન મળતા પોલીસ સ્ટાફને સાથે રાખી બાતમીવાળા સ્થળ પર વોંચ ગોઠવી હતી. જે દરમિયાન સગીરવયના બાળકને સ્કુલબેગ સાથે લઇને નીકળેલા રૂખડીયાપરાના નામચીન શખ્સ ઇમ્તીયાઝ ઉર્ફે ઇનીયો ઉર્ફે ઠુઠો અલ્લારખા શેખ (ઉ.વ.૩૫) તથા યાસ્મીનબેન ગુલાબભાઇ સેલત (ઉ.વ.૩૪) (રહે. બજરંગવાડી શેરી-પ જામનગર રોડ)ની અટકાયત કરી હતી.

એસઓજી પોલીસે સ્કુલ બેગની તલાસી લેતા રૂ. ૪૫૬૦૦ નો ૭.૬૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો એક મોબાઇલ , રોકડા રૂ. ૭૦૦ મળી રૂ ૪૬૯૦૦ નો મુદામાલ કબ્જે કરી નામચીન શખ્સ અને મહીલાની ધરપકડ કરી હતી. આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે ઇનીયોઅગાઉ મારા મારી લુંટ સહિત ૧૬ જેટલો કેસોમાં ઝડપાઇ ચુકયાનું અને બે વખત પાસા હેઠળ જેલ જઇ ચુકયાની કબુલાત આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં નામચીન ઇમ્તીયાઝ ઉર્ફે ઇનીયો છ દિવસ પહેલા જેલમાંથી છુટર્યા બાદ તેની મિત્ર યાસ્મીનબેન સાથે સુરતથી બસ મારફતે ગાંજો લઇ આવ્યો હોવાની કબૂલાત આપી હતી. શંકા ન જાય તે માટે યાસ્મીનબેન પોતાના માસૂમ બાળકને સાથે રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.