Abtak Media Google News

ચુનારાવાડમાં બુટલેગરના મકાન પાસેથી ૪૮ દારૂ પકડાયો

શહેરમાં દારૂના બુટલેગરો તુટી પડવા પોલીસ કમિશ્નર અનુપરસિંધે આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચના સ્ટાફે બે સ્થળે દરોડો પાડી ‚રૂ ૫૫ હજારનો દારુ બીયરના જથ્થો કબ્જે કર્યો હતો. જેમાં ભાવનગરના રોડ પરના ચુનારાવાડ શેરી નં.૭ માંથી ૪૮ બોટલ દારુ મળી આવ્યો હતો. અને બુટલેગરની શોધખોળ આદરી છે. જયારે થોરાળા મેઇન રોડ નજીક કુંબલીયા પરમાં મકાનમાંથી ર૪૦ બીયરના ટીન સાથે મકાન માલીકની ધરપકડ કરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચુનારાવાડ શેરી નં.૭ માં રહેતો સુનીલ ઉર્ફે કાઇુ રાજેશ પરમાર નામના શખ્સ મકાન પાસે દારુનું  કટીંગ કરતો હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના સ્ટાફે દરોડો પાડી રૂ ૧૯,૨૦૦ની કિંમતનો ૪૮ બોટલ દારૂ કબ્જે કરી દરોડાની ગંધ આવી જતા બુટલેગર સુનીલ પરમાર નાશી જતા ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

જયારે થોરાળા  મેઇન રોડ કુંબલીયા પરામાં રહેતો ખુશાલ ગોવિંદ સોલંકી નામના શખ્સે પોતાના મકાનમાં દારુનો જથ્થો સંગ્રહો હોવાની ક્રાઇમ બ્રાંચના સ્ટાફે દરોડો પાડી રુમમાંથી રૂ ૩૬ હજારની કિંમતની ર૪૦ બીયરના ટીન સાથે મકાન માલીક ખુશાલ સોલંકીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બન્ને દરોડામાં પી.આઇ. એચ.એમ.ગઢવી , પી.એસ.આઇ. , એ.એસ. સોનારા સહીતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.