Abtak Media Google News

કાર્યક્રમમાં ઉપસ્થિત અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરાએ લોકોને મતદાન કરવાની અપીલ કરી

સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેકટોરોલ પાર્ટીસિપેશન એટલે કે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી  ૨૦૧૭ અન્વયે લોકોમાં મતદાન માટેની જાગૃતી ફેલાય તે માટે ચુંટણી પંચ દ્વારા યોજાતા જનજાગૃતિ કાર્યક્રમો અંતગર્ત રાજકોટ સ્તિ ફનસ્ટ્રીટ કાર્યક્રમમાં રેસકોર્સ બાલભવન ખાતે સવારે ૭-૩૦કલાકેમતદાન જાગૃતી ર્એ અધિકનિવાસી કલેકટર હર્ષદ વોરાની પ્રેરક ઉપસ્થિતિમા માનવ સાંકળ રચીને મતદાન અંગેલોકોને જાગૃત કરાયા હતા.

આ પ્રસંગે અધિકનિવાસી કલેકટર હર્ષદભાઇ વોરાએ જણાવ્યું હતું કે, ભારતીય હોવાનું ગર્વ ત્યારે જ અનુભવાય જ્યારે આ૫ણે આપણા દેશના ધડતર માટે યોજાયેલી ચૂંટણીમાં ગર્વભેર મતદાન કરીએ મતદાન કરવું તે આપણા માટે અને દેશના હિર્તો અનિવાર્ય છે. મતદાન એ લોકશાહીનું સાચુ ઘરેણું છે માટે આપના કિંમતી મતનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ. આ તકે અધિકનિવાસી કલેકટર વોરાએ તમામ ઉપસ્તિોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે આસિ.મ્યુનિસિપલ કમિશ્ર્નર હર્ષદભાઇ પટેલ,જી.ટીશેઠ ગર્લ્સ સ્કુલના પ્રતિનિધિના નૈનાબેન, સ્વિપના પ્રિતીબેન વ્યાસ,મિશન સ્માર્ટ સિટીના મેનેજીંગ ટ્રસ્ટી જીતેન્દ્રભાઇ ગોટેચા, બોલબાલા ટ્રસ્ટ સંસના પ્રતિનિધિ જયેશભાઇ, જાણીતા કવિયત્રી વનિતાબેન રાઠોડ તા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટની સમગ્ર ટીમ તા જનતા જનાર્દન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.