Abtak Media Google News
  • લગ્નની લાલચ આપી સગીરાનું કારમાં અપહરણ કરી હોટલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવનાર વિધર્મિની ધરપકડ 

 રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઈ રહ્યો છે.ત્યારે જેતપુર પંથકમાં રહેતી 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અમરેલીના એક વિધર્મી શખ્સે કારમાં અપહરણ કરી હોટલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી.જે મામલે સગીરાના પિતાએ જેતપુર તાલુકાના ફરિયાદ નોધાવતા પોલીસે દુષ્કર્મ ગુજારનાર અને તેની અપહરણમાં મદદ કરનાર વિધર્મી શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર જેતપુર પંથકમાં રહેતી 15 વર્ષની સગીરાને અમરેલીના સાહિલ કયુબ પરમાર નામના શખ્સે તેના મિત્ર સમીર અલ્તાફ ચૌહાણ નામના શખ્સ સાથે મળીને સ્વિફ કારમાં અપહરણ કર્યું હતું. સગીરાનુ અપહરણ કર્યા બાદ તે બંને શબ્દો તેને રાજકોટ પોરબંદર હાઇવે પર આવેલી એક હોટલમાં લઈ ગયા હતા જ્યાં સાહિલ કયુબ પરમાર નામના શકશે તેના પર બળજબરી પૂર્વક ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જે વિશેની જાણકારી સગીરાના માતા પિતાને થતા તેને જેતપુર તાલુકા પોલીસ ફરિયાદ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.