Abtak Media Google News

પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડીએમસીને ઉગ્ર રજૂઆત

શહેરના નાનામવા રોડ પર આવેલા શાસ્ત્રીનગર (અજમેરા) સોસાયટીમાં ટીપીનો રોડ ખૂલ્લો કરાવવા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 48 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેના વિરોધમાં આજે કોંગ્રેસના એક પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં શાસ્ત્રીનગરના રહેવાસી મોટી સંખ્યામાં કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતાં. તેઓએ સ્ટે.કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને ડીએમસી ચેતન નંદાણીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

નાનામવા વિસ્તારમાં કોર્પોરેશનની હદમાં પણ ભળ્યો ન હતો તે પહેલા શાસ્ત્રીનગર સોસા.નું નિર્માણ થઇ ગયું હતું. દરમિયાન ટીપી સ્કિમ નં.20 ફાઇનલ થવાના કારણે શાસ્ત્રીનગર સોસા.ના મુખ્ય ગેઇટથી ગાંધી સોસા. સુધીનો હયાત રોડને 12 મીટર સુધીનો કરવા માટે કપાતમાં આવતી 48 મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે. અવારનવાર નોટિસ આપવા છતાં સ્થાનિકો દ્વારા સ્વેચ્છાએ બાંધકામ દૂર ન કરાતા કોર્પોરેશન દ્વારા તાજેતરમાં અંતિમ નોટિસ ફટકારવામાં આવી હતી. જેના વિરોધમાં આજે એક મોટું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું. ટીપી કપાતના વિરોધમાં શાસ્ત્રીનગર ઓનર્સ સર્વિસ એશોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે નાનામવા મેઇન રોડ પર આવેલી શાસ્ત્રીનગર (અજમેરા)સોસા. રાજકોટની નહિં પરંતુ સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી ટાઉનશિપ છે. જેમાં 1200 આવાસ છે અને 6 હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે.

Screenshot 8 33

આ સોસાયટી તેમના મેઇન્ટેશનની રકમમાંથી સફાઇ, સિક્યુરીટી જેની મહત્વની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ બંને સુવિધા પાછળ સોસાયટી દર માસે રૂા.90,000 જેવો ખર્ચ છે. આટલી મોટી ટાઉનશીપમાં સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરવામાં આવેલી છે ને સોસાયટીમાં સ્વચ્છ ગાર્ડન સર્વધર્મ મંદિર જેવી સુવિધાઓ છે ને રાજકોટ સીટીને ગ્રીનસીટી તરીકે ઉદાહરણરૂપ રાજકોટ શહેરની બીજી સોસાયટી કરતાં વધારે અમારી સોસાયટીમાં વૃક્ષો આવેલા છે જે ઉદાહરણરૂપ છે. આ સર્વેની કામગીરી સોસાયટીના બ્લોક હોલ્ડર દ્વારા રચવામાં આવેલા એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે.

શહેર વચ્ચે ફરતાં ઢોરના ત્રાસનો છે. તો અમારી સોસાયટી બંધ હોવાના કારણે એકપણ ઢોર જોવા મળતું નથી તે ત્રાસથી અડગુ છે.

હમણાં હાલમાં જ સોસાયટી દ્વારા રા.મ્યુ.નિ. કોર્પો. દ્વારા જન ભાગીદારી યોજના અંતર્ગત રોડ-રસ્તા માટે રૂા.42,00,000 જેવી માતબર રકમ ભરીને રોડ રસ્તા બનાવ્યા છે. તેમજ રાજકોટ મ્યુનીસીપલ પ્રોજેક્ટમાં સ્માર્ટ સોસાયટી તરીકે ભાગ લીધેલ છે.

સોસાયટી ખુલ્લી કરવા બાબતે અમો એસોસીએશનની જ્યારે પણ જાણ કરવામાં આવેલી ત્યારે સોસાયટીની જનરલ બોર્ડની મીટીંગ બોલાવવામાં આવેલીને આ બાબતે સર્વે સભ્યોને વાકેફ કરતાં સર્વે સભ્યોએ સોસાયટી ખુલ્લી કરવા તથા કપાત સામે વિરોધ વ્યક્તિ કરીને સહીઓ કરી આપેલ છે તે આ અરજી સામે સામેલ છે તથા રા.મ્યુનિ.કોર્પો દ્વારા પણ આ બાબતે ઠરાવ કરવામાં આવેલ છે કે જે-તે સ્થિતિમાં સોસાયટીને રહેવા દેવી તેમજ કપાત ન કરવી તેવો ઠરાવ કરેલ છે.

આ સોસાયટીના એક સભ્યના હિત માટે સામે 6000 વ્યક્તિના હિતને નુકશાન ન થાય તે બાબતે યોગ્ય પગલા ભરવા આપ અરજ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.