Abtak Media Google News

મોરબીમાં ચાલુ બાઈકે એક યુવકના ખિસ્સામાં રહેલો ફોન બ્લાસ્ટ થયો હતો.મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવક બાઈક પરથી નીચે પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના વાંકાનેર હાઈવે પર બંધુનગર નજીક બની હતી.

યુવક સવારે બાઈક લઈને મોરબી તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના પેન્ટનાં ખિસ્સામાં રહેલો રેડમીનો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેથી યુવકે બાઈક પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થતા નીચે પટકાયા હતા. આ ઘટનામાં તેને સાથળનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જો કે યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.