Abtak Media Google News

પાંચ મહાનુભાવોનું વિશેષ સન્માન કરાશે: સાંસદ મોહનભાઈ કુંડારીયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે મુંબઈનાં ખ્યાતનામ કલાકારો કવિતામૂર્તિ દેશપાંડે અને શિવપ્રસાદ માલીયા સંગીતનાં સુરો રેલાવશે

અરવિંદભાઈ મણીઆર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અરવિંદભાઈ મણીઆરના ૮૬માં જન્મદિવસ નિમિતે હેમુગઢવી હોલ ખાતે શુક્રવારે સંગતનું સરોવર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે અરવિંદભાઈ મણીયાર સાથે કામ કરનાર પાંચ મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવનાર છે. કાર્યક્રમ અંગે વિશેષ વિગતો આપવા નિલેશભાઈ શાહ, કમલેશભાઈ મહેતા, રાજુલભાઈ દવે, ભુપેન્દ્રભાઈ શાહ, જાહન્વીબેન લાખાણી અને હસુભાઈ ગણાત્રાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજકોટના સ્વપ્ન દ્રષ્ટા અરવિંદભાઈ મણીઆરના જન્મદિન નિમિતે અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિ વર્ષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા અઢી દાયકા કરતા વધારે સમયથી ચાલી આવતી આ શ્રૃંખલા અંતર્ગત, આગામી પાંચમી ઓકટોબર, શુક્રવારે અરવિંદભાઈનો ૮૬મો જન્મ દિવસ છે. તે પ્રસંગે મુંબઈના પ્રખ્યાત ગાયીકા કવિતામૂર્તિ દેશપાંડે અને શિવપ્રસાદ માલીયાનો કાર્યક્રમ હેતુ ગઢવી હોલમાં રાત્રે ૮.૩૦ કલાકે યોજવામાં આવ્યો છે. કવિતામૂર્તિ દેશપાંડેએ ઘણી ટીવી સીરીયલોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમાં સ્ટાર પ્લસની ‘મેરી આવાઝ સૂનો’ નોંધપાત્ર છે. તેમના હિદી તેમજ અન્ય ભાષામાં મ્યુઝીક આલ્બમ રીલીઝ થયા છે.તેઓનાં અવાજમાં નૂરજહાં, શમશાદ બેગમ, સુરૈયા, ગીતાદત વગેરેના ગીતો સાંભળવા એક લ્હાવો છે.

અરવિંદભાઈ સાથે કામ કરનાર વ્યકિતઓનું સન્માન પણ આપ્રસંગે ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પાંચ વ્યકિતઓ વીરેન્દ્રભાઈ મણીઆર, પ્રવિણભાઈ પારેખ, નાગજીભાઈ આંબલીયા, પેસુમલ ચેલારામ (મરણોત્તર) અને હસમુખરાય મહેતા (મરણોતર)નું ગૌરવ લેખ તથા શાલ આપી સન્માન કરવામાં આવશે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા રહેશે. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને મેયર બીનાબેન આચાર્ય અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઈ કથીરીયા, ટ્રસ્ટી જયોતીન્દ્ર મહેતા, કલ્પકભાઈ મણીઆર હંસીકાબેન મણીઆર અને નિલેશભાઈ શાહની આગેવાની હેઠળ જયંતભાઈ ધોળકીયા, નિલેશ શાહ, ભુપેન્દ્ર શાહ, જહાન્વીબેન લાખાણી, પ્રભાતભાઈ ડાંગર, લક્ષ્મણભાઈ મકવાણા, હસમુખ ગણાત્રા, રમેશભાઈ પરમાર, કમલેશભાઈ મહેતા અશોકભાઈ પંડયા, મનીષભાઈ રાવલ, રાજુલભાઈ દવે, હર્ષદભાઈ પંડિત, ઈન્દ્રવદનભાઈ રાજયગૂરૂ, ગુણવંતભાઈ ભટ્ટ, જગદીશભાઈ તન્ના, જગદીશભાઈ જોષી, સંજયભાઈ મોદી અને અર્જુનભાઈ કુબાવત, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ માટેના નિમંત્રણ કાર્ડ પર તા૩૧ સુધી રોટરી ડોલ્સ મ્યુઝીયમમાં વિનામૂલ્યે પ્રવેશ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.