Abtak Media Google News

દેવભૂમિ દ્વારકાના પોલીસ વિભાગ તરફથી આજે સાંજે યાત્રાધામ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

જેમાં ધ્વજારોહણની પૂજાવિધિમાં જિલ્લા પોલીસ વડા રોહળ આનંદ સપરિવાર સહિત એલસીબી પી.આઈ સમીર સારડા, એસઓજી પીઆઈ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, દૈનિક પત્રકાર મંડળના પ્રમુખ ચંદુભાઈ બારાઈ, શિવલ હેરી ચે.ટ્રસ્ટના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ઝાખરીયા, હોટેલ એસોસીએશનના ઈશ્ર્વર પરમાર, રવિ બારાઈ, મનસુખભાઈ પરમાર, પાલિકાના સંજય દતાણી તેમજ નેતાજી પુજારી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.