Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થકી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને સ્ત્રી સાક્ષરતા દરમાં વધારો થાય તે માટેનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં કાર્યરત ૮ કેજીબીવી પૈકી સાયલા તાલુકાની સાપર અને મુળી તાલુકાની ગઢાદ કેજીબીવીમાં રહીને ધોરણ  ૬ થી ૧૧ માં અભ્યાસ કરતી દિકરીઓ વર્ગખંડના શિક્ષણની સાથે વર્ગ ખંડની બહાર પણ કેજીબીવીની દિવાલો ઉપર કરવામાં આવેલ પેઈન્ટીંગ થકી જ્ઞાન મેળવી શકે તે માટે તેમને શિક્ષણમાં ઉપયોગી થઈ શકે તેવા જ્ઞાન  વિજ્ઞાનને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે.

નવીનીકરણ દ્વારા શિક્ષણ આપવાની પરિકલ્પનાને સાકાર કરવા માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દિવાલો ઉપર કરવામાં આવેલ પેઈન્ટીંગને સાત વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનો, રાજયનો અને દેશનો નકશો દોરવામાં આવ્યો છે, સાથે સાંસ્કૃતિક અને ઐતિહાસિક નકશા પણ દોરવામાં આવ્યા છે. આ નકશા દ્વારા દિકરીઓના ભૌગોલિક જ્ઞાનમાં વધારો થાય છે. આ ઉપરાંત લુપ્ત થતા પક્ષીઓ અને પ્રાણીઓની સાથે યોગ  કસરત અને વિવિધ રમતોના ચિત્રો દિવાલમાં પેઈન્ટીંગ કરીને સમજ આપવામાં આવી છે તેના કારણે અહીંની દિકરીઓમાં પ્રાણી – પક્ષીઓને બચાવવાની સાથે આપણી યોગ સંસ્કૃતિ પ્રત્યે હકારાત્મક અભિગમ વિકસ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.