Abtak Media Google News

એએસઆઇ પ્રફુલ્લભાઇ અધ્ધર્યુની રાજકોટ સીટી પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં હળવદ પોલીસ સ્ટાફ દ્વારા વિદાયમાન અપાયું

હળવદ પોલીસમાં ફરજ બજાવતાં એએસઆઇની રાજકોટ સીટી ખાતે બદલી થતાં પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ, પીએસઆઇ તેમજ કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં હળવદ પીઆઇ દ્વારા તેમની કામગીરીની સરાહના કરી મામેન્ટો સાથે ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતુ.

ભાયાવદર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કોન્સ્ટેબલની નિમણુંક પામેલાં એએસઆઇ પ્રફુલ્લભાઇ અધ્ધર્યુની રાજકોટ સીટી પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં હળવદ પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદ પોલીસના પીઆઈ એમ.આર. સોલંકી, પીએસઆઇ આર.જે.ભરવાડ અને મહિલા પીએસઆઇ એલ.બી.બગડા સહિત પોલીસ સ્ટાફે મામેન્ટો આપી આ પ્રસંગને યાદગાર બનાવ્યું હતું. આ વેળાએ હળવદ પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે હળવદ પોલીસ સ્ટાફના સૌ કર્મચારીઓએ એએસઆઇ પ્રફુલ્લભાઇ અધ્ધર્યુને વિદાય આપી હતી અને રાજકોટ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પીઆઇ એમ.આર. સોલંકી, પીએસઆઇ આર.જે. ભરવાડ, મહિલા પીએસઆઇ એલ.બી.બગડા, હે.કો. વસંતભાઇ વઘેરા, તેજસભાઇ, રમણીકભાઇ રાઠોડ, મનુભાઇ ડાંગર, મહેશભાઇ બાલાસરા, અરજણભાઈ ભરવાડ,શતીષભાઈ ભરવાડ, વિપુલભાઇ, સલીમભાઈ મકરાણી, હરેશભાઇ ચાવડા તેમજ મહિલા પોલીસના પારૂબેન, મનિષાબેન સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.