Abtak Media Google News

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે: લાખો શ્રોતાઓનું પ્રેમનું હુંફાળુ કેન્દ્ર આજરોજ 70માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આકાશવાણી રાજકોટ સ્ટેશન મીડીયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કી.હર્ટઝ પરથી 800 રેડીયલ માઈલ સુધીના પ્રસારણ વડે 4 કરોડથી વધુ વસતીને કવર કરે છે

આકાશવાણી કેન્દ્રના વિવિધ કાર્યક્રમ જુની- નવી પેઢી સાંકળે છે. અર્ચના, રત્નકણીકા, સહિયર, સંતવાણી, ગામનો ચોરો અને બાલસભા સહિતના કાર્યક્રમો લોકપ્રિય બન્યા છે… સાથે સમાચાર તો ખરા જ…..

4 જાન્યુઆરી 1955માં પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ , જયમલ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી 1955માં રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. આજે 69 વર્ષના લાંબા સમયગાળા બાદ પણ લાખો શ્રોતાઓના હૃદયમાં પ્રેમથી મનભાવન રાજકોટ આકાશવાણી કેન્દ્ર અનેક ઉતાર-ચડાવ પછી પણ અડીખમ છે.

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું જે આઝાદી બાદ સરકારને સોપી દિધેલ 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જયારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.આજે રાજકોટ આકાશવાણી કેન્દ્રનો 70મો સ્થાપના દિવસ છે અને તેના ભાગરૂપે વિવિધતાસભર અનેક કાર્યક્રમો દ્વારા રાજકોટ આકાશવાણી કેન્દ્ર ઉત્સાહભેર ઉજવણી કરવા જઇ રહ્યું છે. રાજકોટના રેડિયો સ્ટેશનની સ્થાપનાનો એક રોચક ઇતિહાસ છે.

રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપનાએ સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. રાજકોટ ખાતે 1 કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું. રાજકોટ સ્ટેશનથી સૌપ્રથમ પ્રસારિત થનાર કાર્યક્રમ ગામનો ચોરો હતો. ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઇને 13 જુલાઇ 1987માં 300 કિલો વોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઇ, જેના દ્વારા ખેતીવિષયક, શૈક્ષણિક અને મનોરંજક પ્રોગામનું પ્રસારણ કરવામાં આવે છે. હાલ રાજકોટથી મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ પ્રસારણ કરવામાં આવે છે. અને રાજકોટ આકાશવાણીનું પ્રસારણ હાલ અત્યાધુનિક ડીઆરએમ ટ્રાન્સમીટર પરથી પણ થઈ રહ્યું છે.

પ્રવર્તમાન સમયમાં પણ આકાશવાણી રાજકોટ કેન્દ્ર 69 વર્ષ બાદ પહેલા જેવી જ લોકપ્રિયતા ધરાવે છે, ઉપરાંત સૌનિકો, ખેડૂતો, મહિલાઓ,બાળકો અને યુવાનોમાં પણ આકાશવાણી રાજકોટ વર્ષોથી જાણીતું ને માનીતું રહ્યું છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર ટેક્નોલોજી અને સોશીયલ મિડીયામાં કદમથી કદમ મેળવીને અગ્રેસર છે, આકાશવાણી રાજકોટનું ફેસબુક પેઇજ 3500થી વધુ લાઇક્સ ધરાવે છે, આ ઉપરાંત શ્રોતાઓ ડિજીટલ પ્લેટફોર્મ પર ગયૂતઘક્ષઅશિ નામની એપ પર આંગળીના ટેરવે હવે રાજકોટ આકાશવાણી કેન્દ્ર તેમજ વિવિધભારતી અને દેશભરના અન્ય સ્ટેશનો પર પ્રસારીત થતા કાર્યક્રમો માણી શકે છે.

આકાશવાણી રાજકોટ ના કેન્દ્ર અધ્ય્ક્ષ ddg (eng) રમેશચંદ્ર અહિરવાર , ઉપ નિદેશક તકનીકી  પ્રવીણ ભંખોડિયા કાર્યક્રમ અધ્યક્ષ  હિતેષ માવાણી , પ્રશાસનિક અધિકારી ભાવેશ ચૌહાણ અને સહયોગી ટીમ આ મંગલમય દિવસે, સ્ટાફ, કર્મચારી મિત્રો અને શ્રોતાઓને લાખ લાખ શુભેચ્છાઓ પાઠવે છે.

આકાશવાણી રાજકોટ કેન્દ્રને અત્યાર સુધી 30થી વધુ રાષ્ટ્રિય એવોર્ડ મળેલ છે 3 વર્ષ પહેલાતો એક જ વર્ષમાં પાંચ રાષ્ટ્રીય એવોર્ડ મળતા રાજકોટનું નામ સમગ્ર દેશમાં રોશન કરેલ છે. 2019ના વર્ષે સંત મોરારીબાપુના વરદ્ હસ્તે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ એવોર્ડ પણ મળેલ હતો.

આકાશવાણી રાજકોટ કેન્દ્રનાં કેટલાક મહત્વનાં કાર્યક્રમો જૂની પેઢી-નવી પેઢીને સાંકળે છે ત્યારે અર્ચના-રત્નકણીકા, સહિયર , સંતવાણી, સોનાવાટકડી, ગામનો ચોરો, જયભારતી, યુવવાણી, બાલસભા જેવા વિવિધ કાર્યક્રમો શ્રોતાઓને આજેય મનોરંજન પૂરું પાડી રહ્યા છે. સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિ ને રાસ-ગરબા-ભજનોને આજે પણ આકાશવાણી-રાજકોટ કેન્દ્રએ જીવંત રાખ્યા છે

આકાશવાણી  રાજકોટનાં 3 પાયાના પથ્થર એટલે તંત્ર, મંત્ર અને યંત્ર . તંત્ર એટલે કે વહીવટી પાંખના મિત્રો કે જેમાં વરિષ્ઠ પ્રશાસન અધિકારી ભાવેશ ચૌહાણ અને પ્રશાસન અધિકારીઓ વિજયસિંહ પરમાર અને જયેશ બેનાણી ના નેતૃત્વ માં સ્ટાફની ,શ્રોતાઓની,વકતાઓની અને કલાકારોની આર્થીક,વહીવટી અને અન્ય વ્યવસ્થાઓ જોવાઈ રહી છે. મંત્ર એટલે આકાશવાણી રાજકોટનો કાર્યક્રમ વિભાગ કે જે અવનવા કાર્યક્રમોના નિર્માણ દ્વારા શ્રોતાઓ માટે માહિતી અને મનોરંજન પુરા પાડે છે.

આકાશવાણી રાજકોટ ના 68માં સ્થાપના દિવસને અનુલક્ષી ને અનેક વિધ રસપ્રચુર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે  આજે સવારે 10 વાગ્યે બાલસભા ના સંભારણા તથા બપોરે 12.30 વાગ્યે સહિયર કાર્યક્રમમાં નારીજગત ના સંભારણા રજુ થઇ રહ્યા છે.  જયારે અન્ય સમયે બીજા વિશેષ કાર્યક્રમો પણ પ્રસારિત થશે જેમાં રાત્રે 10 વાગ્યે સંગીત નિયોજક ડો.ભરત પટેલ પ્રસ્તુત વિશેષ સાંગીતિક કાર્યક્રમ રજુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.