Abtak Media Google News

રાજકોટની રંગીલી જનતા માટે અધ્યતન રહેણાંકની સુવિધા ઉભી કરવા માટે લાડાણી અને ઓરબીટ ગ્રુપ દ્વારા એક અધ્યતન પ્રોજેક્ટ કે જે સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલટ કરી દેશે તેવા 40 માળનો પ્રોજેક્ટ આગામી માસમાં શરૂ કરી દેવામાં આવશે. ઓરબીટ રોયલ નામનો પ્રીમિયમ પ્રોજેક્ટ 2 હજાર કરોડના ખર્ચે પાર પડશે. આ પ્રોજેક્ટમાં પ્રથમ ફેઝમાં 4 ટાવર ઉભા કરવામાં આવશે.

Advertisement

બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે 40 માળના અધ્યતન ફ્લેટો નિર્માણ પામશે

7 જાન્યુઆરીથી શરૂ થતી ગ્લોબલ બિઝનેસ પાટીદાર સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઓરબીટ રોયલ ગાર્ડન્સ પ્રોજેક્ટ લોન્ચ કરાશે

પ્રથમ ફેઝમાં 4 ટાવર ઊભા કરાશે: કલબ કલચરને સમાવિષ્ટ કરવા ઓર્બિટ ગ્રુપ અને લાડાની ગ્રુપ સજ્જ

ફેઝ વનનો સેમ્પલ ફ્લેટ ફેબ્રુઆરી માં થશે તૈયાર

શહેરનાં નવા રીંગ રોડ, કાલાવડ અને અવધ રોડને જોડતા હોટ પોકેટ એવા 40 માળના અદ્યતન ટાવર ઓરબીટ રોયલ ગાર્ડન્સ-બિલિ્ંડગ આકાર પામનાર છે. સૌથી મોટી વાત તો એ છે કે અહીં ઉપલબ્ધ થનાર એમિટીઝ લોકોનું મન મોહી લેશે કારણકે આ પ્રોજેક્ટમાં ત્રણ વર્ષથી લઈ વયો વૃદ્ધ લોકો માટે તેમની જરૂરિયાત મુજબની દરેક એમિનિટીઝ આપવામાં આવી છે. 3700 કારપેટ થી શરૂ થઈ 8000 કાર્પેટ સુધીના પેન્ટહાઉસ ડુપ્લેક્સ સહિતના ફ્લેટ અહીં નિર્માણ પામનાર છે કે જે સમગ્ર રાજકોટની છબી ઉજાગર કરશે.

ઓરબીટ રોયલ પ્રોજેક્ટના ટેકનિકલ ભાગને ઉજાગર કરતા  દિલિપભાઇ લાડાણી અને વિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, બોમ્બેના પ્રખ્યાત આર્કિટેક્ટનાં સાથ અને સહકાર થી ડિઝાઇન તૈયાર કરાવ્યા બાદ 40 માળની હાઇરાઇઝનો પ્રોજેક્ટ રાજ્યમાં પ્રથમ બની શકે છે. બંને ગ્રુપોએ સરકાર સાથે 2000 કરોડ રૂપિયાના એમઓયુ પણ સાઇન કર્યા છે એટલું જ નહીં આ એમઓયુ સાઇન કરવાથી રોજગારીનું પણ ઉત્સર્જન થશે. ઓરબીટ રોયલ ગાર્ડન્સના ભાગીદારોએ જણાવાયું હતું કે, ત્રણ વર્ષના બાળકથી માંડીને 80 વર્ષના વયોવૃદ્ધને બહાર જવું ન પડે તેવી ક્રિકેટ ઇન્ડોર ગેઇમ, ચિલ્ડ્રન, મ્યુઝિક, સ્વિમિંગ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

વાસ્તુશાસ્ત્રને ધ્યાને લઇ પ્રોજેક્ટ નિર્માણ પામશે

રીયલએસ્ટેટ  પ્રોજેક્ટ માટે વાસ્તુશાસ્ત્રને સર્વપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે કારણ કે વાસ્તુશાસ્ત્રને ધ્યાને લઈ જે પ્રોજેક્ટ નિર્માણ પામશે તેને લોકો ખૂબ સારી રીતે પસંદ કરતા હોય છે. આ વાતને ધ્યાને લઇ દિલીપભાઈ લાડાણી અને વિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવાયેલ ગેલેરી, બાલ્કનીમાં બેઠાબેઠા પણ નવુ રેસકોર્ષ અને રીંગરોડને આરામથી નિહાળી શકવા ઉપરાંત બાલ્કનીમાંજ સીટી વ્યુ સાથે ડીનર લઇ શકાય તેવી ડિઝાઇનથી સ્ટ્રકચર ઉભુ કરવામાં આવશે.

12 ફૂટની હાઇટ્સના પેન્ટહાઉસિસ બનશે આકર્ષણનું કેન્દ્ર

અત્યાર સુધી ઘણા ખરા પેન્ટ હાઉસ રાજકોટ ખાતે નિર્માણ પામ્યા છે. પરંતુ 12 ફૂટની હાઈટ ધરાવતા પેન્ટહાઉસ ઓરબીટ રોયલ ખાતે નિર્માણ પામનાર છે જે લોકો માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે એટલું જ નહીં અધ્યતન સુવિધાઓથી સર્જ ઓરબીટ રોયલ પ્રોજેક્ટ અનેક રીતે આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે જે અંગેની તમામ માહિતી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ દરમિયાન લોકોને જણાવવામાં આવશે. પ્રોજેક્ટ નું લોન્ચિંગ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે એટલું જ નહીં માર્ચ મહિનામાં ફેઝ એકનો સેમ્પલ ફ્લેટ પણ રેડી કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.