Abtak Media Google News

14 થી 18 વર્ષના ભાઇઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લઇ શકશે: 31મી સુધીમાં અરજી કરવી પડશે

14 થી 18 વર્ષના ભાઇઓ અને બહેનો કડકડતી ઠંડીમાં દોડ લગાવવા તૈયાર થઇ જતો પાટણવાવના ઓસમ ડુંગર ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે જેના માટે આગામી 31મી ડિસેમ્બર સુધી અરજી કરવાની રહેશે.ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,   અને જિલ્લા યુવા વિકાસ દ્વારા રાજયકક્ષા તૃતિય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું આયોજન જુનીયર વિભાગ-ભાઈઓ અને જુનીયર વિભાગ-બહેનો એમ બે વિભાગમાં કરવામાં આવશે. સ્પર્ધામાં 14 થી 18 વર્ષની (તા. 31/12/2022ની સ્થિતિએ) વયમર્યાદા ધરાવતા ભાઇઓ-બહેનો ભાગ લઇ શકશે.

Advertisement

તૃતિય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વત ખાતે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. સ્પર્ધા દરમિયાન નિવાસ અને ભોજન રાજય સરકાર તરફથી આપવામાં આવશે. ગુજરાતનાં ઈડર, પાવાગઢ, ચોટીલા અને ગીરનાર ખાતે આયોજિત આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનીયર કક્ષાએ ભાગ લેનાર સ્પર્ધકોએ રાજય કક્ષા તૃતિય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહિં. આ સ્પર્ધામાં 01 થી 10 ક્રમે પસંદ થનાર સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ-અવરોહાણ સ્પર્ધામાં સીધા જ પ્રવેશ આપવામાં આવશે.

રાજયકક્ષા તૃતિય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતાં ગુજરાત રાજયનાં ભાઈઓ-બહેનોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ સંપૂર્ણ વિગતે ભરીને જરૂરી આધાર પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય, 5/5, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે તા. 31/12/2022 નાં રોજ સાંજે 06:00 કલાક સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. અધુરી વિગતો ભરેલ અરજીઓ તેમજ સમય મર્યાદા પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ. વી. દિહોરાની દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.