Abtak Media Google News

 

Advertisement

કુતિયાણાના ફાયર ફાઇટર બંધ હોવાથી ઉપલેટા- પોરબંદરથી મદદ લેવી પડી

 

કડકડતી ઠંડીમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર
બ્રીગેડની આઠ કલાકની જહેમત : પ્રાણીઓમાં નાસભાગ

 

કુતિયાણા નજીક ખાગેશ્રી નજીકના જંગલમાં મોડીરાત્રે એકા એક આગ ભભૂકી ઉઠતા પ00 વિઘા થી વધુ વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગતા પ્રાણીઓમાં દોડાદોડી મચી જવા પામી હતી. આગનું કારણ જાણવા તપાસની માંગ ઉઠી છે.

ખાગેશ્રી ગામ પાસેના વન વિસ્તારમાં ગઈ મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગની તિવ્રતા એટલી હદે હતી કે જોતજોતામાં આ આગ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગે જાણ થતા પોરબંદર અને ઉપલેટાથી ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી અને લગભગ 8 કલાકની જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટના બનતા પ્રાણીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

આગની આ ઘટનામાં છેક પોરબંદર અને ઉપલેટાથી ફાયર ફાઈટરો બોલાવવા પડ્યા હતા. ત્યારે સવાલ એ છે કે શું કુતિયાણામાં ફાયર ફાઈટરની સુવિધા નથી ?  કુતિયાણામાં ફાયર ફાઈટર છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી બંધ હાલતમાં છે અને તેના સમારકામ અંગે લાગતા-વળગતા તંત્ર નગરપાલિકાએ તસ્દી ન લેતા આગની ઘટનામાં પોરબંદર અને ઉપલેટાથી ફાયર ફાઈટરોએ દોડવું પડ્યું હતું. જો કુતિયાણાનું ફાયર ફાઈટર ચાલુ હાલતમાં હોત તો તે ઝડપથી ખાગેશ્રી પહોંચી શકત અને આગને વિકરાળ બનતી અટકાવી શકાત. ત્યારે સવાલ એ પણ છે કે જો કુતિયાણા શહેરમાં કોઈ સ્થળે આગ લાગશે તો બંધ ફાયર ફાઈટર શું કામ લાગશે ?.

કુતિયાણા પંથકની ઉભી ધાર વિસ્તારમાં બનેલી આગની આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે. આ બનાવ અંગે વનવિભાગ સામે અનેક આક્ષોપ થાય છે તો બીજી તરફ સ્થળ પર મીડીયાને આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાતા વનવિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે.

ખાગેશ્રી નજીક ઉભી ધાર વિસ્તારમાં જુનાગઢ રેન્જમાં આવતા જંગલમાં વિકરાળ આગને કારણે પાંચસો વીઘા જેટલી જગ્યાઓમાં ખાસ કરીને ઘાસચારો સળગીને રાખ બની ગયો છે. આ આગને લઈને સવાલ એ ઉભો થાય છે કે આ વિસ્તારમાં ન તો વીજ વાયર છે કે નથી કોઈ એવી ચીજવસ્તુ કે જેને કારણે શોર્ટ સકર્ટિથી આગ લાગી શકે. વધુમાં આ જગ્યા પર જ છેલ્લા ઘણાં વષર્ોથી અનેક વખત આગની ઘટના બને છે. જો કે જ્યારે આગની ઘટના બને ત્યારે મીડીયાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાય છે અને અવરજવર કરનારા લોકોના મોબાઈલ ફોન પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. ત્યારબાદ વષર્ોથી લાગતી આ આગમાં કોઈ પુરાવા મળતા નથી અને તપાસની ફાઈલ અભેરાઈ પર ચડાવી દેવામાં આવે છે. કેટલાક સ્થાનિકોએ આ અંગે એવા આક્ષેપ કયર્ા છે કે આ આગ રીતસરથી લગાવવામાં આવે છે,  જેને કારણે મોટી સંખ્યામાં ઘાસચારો નષ્ટ થઈ જાય છે. પરંતુ સ્થાનિકોના આક્ષેપ બાદ પણ આગની યોગ્ય તપાસ થતી નથી, ત્યારે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આગની ઘટના અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ તેવી માંગણી ઉઠી છે.

કુતિયાણા વિસ્તારમાં આવેલ વનવિભાગની વીડીઓમાં આવેલ ઘાસમાં અવારનવાર આગની ઘટના સામે આવે છે, જેને લઈને પોરબંદરના આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ દ્વારા વનવિભાગને ઉચ્ચ કક્ષાાએ રજુઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

પોરબંદરના વન વિભાગ હેઠળ જંગલ વિસ્તારો આવેલ છે, ત્યારે આ જંગલોમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવે છે, ત્યારે પોરબંદરના કુતિયાણા નળકના ખાગેશ્રી પાસે આવેલ વિડીમાં પણ દર વષર્ે આગની ઘટના સામે આવે છે અને આ આગમાં હજારો એકરમાં રહેલ ઘાસ અને વૃક્ષો બળી જાય છે. તો આ આગની ઘટનામાં વન્યપ્રાણીઓ તેમજ વૃક્ષોને પણ નુકશાન થાય છે જેને લઈને પોરબંદરના આર. ટી.આઈ. એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરા દ્વારા આ અંગે તાત્કાલિક તપાસ કરી અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર વનવિભાગના અગ્રસચિવ અને જૂનાગઢ મુખ્ય વન સંરક્ષણને પત્ર્ા લખી અને તપાસ કરવા રજુઆત કરવામાં આવી છે.

જંગલોમાં ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી અને ગેરકાયદેસર વૃક્ષોનું કટીગ તેમજ ગેરકાયદેસર ખાણ ખનન પણ થઈ રહ્યું હોવાના આક્ષેપ આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ કયર્ા હતા, ત્યારે આ અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.