Abtak Media Google News

 રાજકોટ ન્યુઝ 

થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિ માટે લોહીનું એક એક ટીપું સંજીવની હોય છે. રક્ત નું શું મહત્વ છે ? તે તો જેને જરૂર પડી હોય એને જ ખબર રાજકોટ કોર્પોરેશનમાં ફરજ બજાવતા થેલેસેમીયા સામે લડતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રાહુલમલસાતર જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પ દ્વારા કરશે .અબતકની મુલાકાતે આવેલા પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ રાહુલ મલસાતર, વિજયભાઈ ઉનવાણી,રવિભાઈ ભટ્ટી,હસમુખભાઈ શાહ,પંકજભાઈ રૂપારેલીયા,કિરણબેન વડગામા,મંથનભાઈ જોશીએ રાહુલ મલસાતરના જન્મદિવસે યોજાનારા ડોનેશન કેમ્પની  વિગતો તો આપી રકદાતાઓને મહાદાન માટે ઊમટી પડવા હાકલ કરી હતી.

કોર્પોરેશનમા ફરજ બજાવતા થેલેસેમિયાગ્રસ્ત રાહુલમલસાતર હિંમતભેર વર્ષોથી થેલેસેમિયા સામે લડી રહ્યા છે, તારીખ 26 મે રવિવારે તેમના જન્મદિવસે છેલ્લે બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ,તારીખ 26 મે રવિવારે સાંજે પાંચ થી નવ સુધી પંચનાથ મહાદેવ મંદિર લીમડા ચોક ખાતે યોજાનારા રક્તદાન તેમ થકી જે થશે તે સમયે બાળકો માટે આપી દેવામાં આવશે.

રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે બડા બજરંગ ફાઉન્ડેશન,વિવેકાનંદ યુથ કલબ,પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ,કનૈયા ગ્રુપ,સંકલ્પ જલારામ સેન્ટ્રલ ફોર થેલેસેમિયા,પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ,કરુણા ફાઉન્ડેશન,અમિતભાઈ રાઠોડ,લાઈફ બ્લડ સેન્ટર,ભાવસાર સમાજ ,એસડી ગ્રુપ,ગજાનંદ સેવા ગ્રુપ,યુવાશક્તિ ફાઉન્ડેશન સહિતની સસ્તાઓના સહયોગથી યોજાનારા આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ મહાદાન કરવાની અપીલ રાહુલ મલસાતર એ કરી છે.

અબતકની મુલાકાતમાં પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ રક્તદાતાઓને રવિવારે પંચનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટી પડવા કરી હાંકલ.

રક્તદાન માટે સામાજિક જાગૃતિ જેમ બને તેમ વધુ થાય તે જરૂરી : રાહુલ મલસાતર

કોર્પોરેશનના કર્મચારી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતારાહુલ મલસાતર એ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતું કે મારા જેવા થેલેસેમીયાગ્રસ્ત લોકોને નિમિત રક્તની જરૂર હોય છે અમને જ ખબર હોય કે લોહીની શું કિંમત છે. ઉનાળાની સિઝનમાં લોહીની અછત હોય ત્યારે થેલેસેમિયા બાળકો મુશ્કેલી ના પડે તે માટે મેં જન્મદિવસની ઉજવણી રક્તદાન થકી કરવાનું નક્કી કર્યું હતું. કોઈ ફેક્ટરીમાં બનતું નથી પૂરી થાય રક્તદાન માટેની સામાજિક જાગૃતિ કેમ બને તેમ વધુ થાય તે જરૂરી છે રક્તની જરા પણ અછત ન થાય તે માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. મેં હવે દર વર્ષે મારા જન્મદિવસે રક્તદાન કેમ્પના આયોજનનો સંકલ્પ લીધો છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.