Abtak Media Google News
  • પરસાણાનગરમાં પારકા ડખ્ખામાં છોડાવવા પડેલા વૃદ્ધને છરીના ઘા ઝીંકી દેવાયા

રાજકોટ ન્યૂઝ :  દર વર્ષે ઉનાળાની કાળ-ઝાળ ગરમીની મોસમમાં તાપમાનની સાથે જ લોકોના મગજનો પારો પણ ઊંચકાઈ જતાં આ સમયગાળામાં સામાન્ય બાબતોમાં બઘડાટી બોલતી હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ નજીવી બાબતોમાં મારા-મારી, હુમલો અને જૂથ અથડામણના બનાવો છાસવારે પ્રકાશમાં આવી રહ્યા છે. ગત રોજ સામાન્ય બાબતોમાં દંપતી અને વેપારી પર જીવલેણ હુમલાના બનાવ સામે આવ્યા બાદ આજે એક જ દિવસમાં શહેરની પાંચ મારામારી સહીત કુલ છ જેટલા સ્થળે બઘડાટી બોલ્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

પ્રથમ બનાવમાં શહેરના પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પરસાણાનગર શેરી નંબર 6માં રહેતા અને હાલ નિવૃત જીવન જીવતા 59 વર્ષીય વૃદ્ધએ જણાવ્યું છે કે, ગત તા. 22મેની રાત્રે આશરે સવા અગિયાર વાગ્યે તેઓ ઘરે હાજર હતા દરમિયાન ઘરની બહાર ઝઘડાનો અવાજ થતાં સાંભળી બહાર આવ્યા હતા. ત્યારે અલ્તાફ બસીરભાઈ ખિયાણી અને લખન ગોગવાણી નામના બે શખ્સો વિશાલ ગુરૂનાની નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતા હતા. જેથી વૃદ્ધએ ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં અલ્તાફે ઉશ્કેરાઈને વૃદ્ધને લોખંડના તવીથા વડે ડાબા હાથની આંગળીમાં ઇજા પહોંચાડી હતી. ઉપરાંત છરી વડે જમણા હાથના અંગુઠાના ભાગે ઇજા પહોંચાડી હતી ત્યારે આ જગડામાં વચ્ચે પડતા અંજનાબેનને માથાના ભાગે મૂઢમાર મારીને બંને શખ્સો નાસી ગયાં હતા.

બીજા એક હુમલામાં 24 વર્ષીય યુવાન ઘવાયો છે. એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરત મનસુખભાઈ સંઘાણી નામના યુવાને જણાવ્યું છે કે, આરોપી દિનેશ, અજય અને ઘૂઘાભાઈએ અગાઉ મના ઝઘડાનું મનદુ:ખ રાખીને હુમલો કર્યો હતો. દિનેશ સાથે કોઈક બાબતે ઝઘડો થતાં મનદુ:ખ રાખીને યુવાન મને ગાળો આપી ઢીંકા, પાટુ મરી મૂઢ ઇજા પહોંચાડ્યા બાદ દિનેશએ ફરિયાદીને પાછળથી છૂટો પથ્થરનો ઘા મારતા માથાના ભસગે ઇજા પહોંચી હતી. ત્યારે એરપોર્ટ પોલીસે સમગ્ર મામલાની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ત્રીજા બનાવ પણ એરપોર્ટ પોલીસ મથકમાં જ નોંધાયો છે. જેમાં સંજયભાઈ જગદીશભાઈ મકવાણા નામના 18 વર્ષીય યુવાન ગત રાત્રે રાજકોટ અમદાવાદ હાઇવે પર જીવાપર ગામના પાટિયા પાસે હતો ત્યારે લાલજીભાઈ, વિક્રમભાઈ અને તેની સાથેના અજાણ્યા ઈસમોએ ઝઘડો કરીને માથાના ભાગે પાઇપ વડે માર મારતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં વાહન રાખવા માટે પૈસા ઉઘરાવતા લાલજી સુસરા અને તેનો ભાણેજ વિક્રમ સામે પૈસા નહિ આપવા બાબતે બોલાચાલી થયાં બાદ સંજય મકવાણાની સાથે તેના ભાઈ જયદીપ મકવાણા અને પિતા જગદીશ ચોથા મકવાણા પર હુમલો કરવામાં આવ્યો હતો.

ચોથા બનાવમાં શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલ અનમોલ પર્કમાં રહેતા અક્રમભાઈ સલીમભાઈ કુરેશી પર હુમલાની ઘટના સામે આવી છે. અક્રમભાઈ કુરેશી(ઉ.વ.28) પર ઈરફાન અને આર્યન તેમજ ઉન્નત નામના શખ્સોએ હુમલો કરીને ધોકા વડે માર મારતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પાંચમા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવાન સુનિલ દિલીપભાઈ વિરમગામીયા શેઠનગરની સામે ઝુપ્પડપટ્ટીમાં હતો ત્યારે રાત્રીના એકાદ વાગ્યાં આસપાસ સની નામના શખ્સે ઝઘડો કરીને હુમલો કરી લાકડાના ધોકા વડે માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સિવિલ ચોકીના રામશીભાઈ વરુ સહિતના ઘટનાની નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી છે.

અન્ય એક બનાવમાં શહેરના ગુરુજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવકને ઉછીના પૈસા બાબતે ઇકો ગાડીમાં બેસાડી અપહરણ કરી જામનગર લઈ જઈ માર મારતાં યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શહેરના ગુરુજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ઇમરાનભાઈ અક્રમભાઈ પઠાણ નામના 32 વર્ષીય યુવકને ઈદરિશ અને ઈશા નામના શખ્સે અપહરણ કરી માર માર્યો હોવાની પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.ફરિયાદીના ભાણેજ અફજલએ જણાવ્યા અનુસાર, ફરિયાદીએ છ માસ પૂર્વે આરોપી ઇદ્રીશ પાસેથી 5000 રૂપિયા ઉછીના પેટે લીધા હતા,જેને ચૂકવી પણ દીધા હોય આમ છતાં આરોપીએ ફરિયાદીને ગત 22 તારીખના રાત્રીના અઢી વાગ્યે રાજકોટથી ઇકો ગાડીમાં બળજબરીથી બેસાડી જામનગર લઈ જઈ તેનું અપહરણ કરી તેને જામનગર રેલવે સ્ટેશન નજીક રોશન શાહ પીરની દરગાહ પાસે પાર્કિગમાં ધોકા વડે માર માર્યો અને ત્યાં રેલવે સ્ટેશન નજીકના પાર્કિંગમાં ફાગવી દીધેલો હતો.બાદમાં યુવક ટ્રેનમા બેસી રાજકોટ આવ્યો અને પરિવારે તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર પોલીસને જાણ કરી ધોરણસરની તપાસ હાથધરી છે.

હીરાસર એરપોર્ટમાં વાહન રાખવા અને પૈસા ઉઘરાવવા બાબતે ડખ્ખો : ત્રણ ઘવાયા

હીરાસર એરપોર્ટમાં વાહન રાખવા માટે ગેરકાયદે પૈસા ઉઘરાવવામાં આવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ત્યારે કથિત રીતે પૈસા ઉઘરાવતા લાલજી સુસરા અને તેના ભાણેજ સાથે બોલાચાલી થતાં બંને શખ્સો અને તેની સાથે રહેલા અજાણ્યા ઈસમોએ પિતા અને બે પુત્ર પર હુમલો કર્યો હતો.

ત્રણ વર્ષ પૂર્વે કરાયેલી છેડતીનો ખાર રાખીને ભરત સંઘાણી પર કરાયો હુમલો

ેરપોર્ટ પોલીસ મથકની હદમાં બનેલા હુમલાના બનાવમાં સામે આવતી વિગત અનુસાર હુમલામાં ઘવાયેલ ભરત સંઘાણી પર હુમલો કરનાર દિનેશ સરવૈયાની પુત્રીની આશરે 3 વર્ષ પૂર્વે ભરતે છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ભરતને પાસા તળે પણ ધકેલી દેવામાં આવ્યો હતો. જામીન મેળવીને આવ્યા બાદ ભોગ બનનાર તેના ફઈના ઘરે રહેવા જતો રહ્યો હતો પણ ધાર્મિક પ્રસંગે ગામમાં આવતા પિતા-પુત્ર અને પૌત્રે હુમલો કરી દીધો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.