Abtak Media Google News

ઠંડીનો પારો 17.2 ડિગ્રીએ રહ્યો: ગાઢ ધુમ્મસને કારણે  વિઝિબિલિટી 200 મીટર રહેતા હાઇવે પર વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવી પડી

આવતીકાલે પણ ઝાકળવર્ષાની  સંભાવના, માર્ગો પર પાણીના રેલા ઉતર્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજેસમગ્ર સૌરાષ્ટ્ર સાથે રાજકોટ મહાનગરમાં આજે સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહ્યા હતા. જ્યાં ગોંડલ,વીરપુર અને આટકોટ પંથકમાં આજે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી અને જાણે હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. જોરદાર ઝાકળવર્ષાને કારણે 200 મીટર દૂર સુધી કઇ જ દેખાતું ન હતું. જો કે આજે ધુમ્મસ છતાં હવાઈ સેવાને કોઈ અસર પહોંચી ન હતી પરંતુ વાહનચાલકોને થોડી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટ શહેરની સાથે ગોંડલ,વીરપુર અને આટકોટમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ હતી. વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ હતી અને પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમજ સવારમાં ઠંડો પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.સમગ્ર સૌરાષ્ટ્ર સાથે રાજકોટ મહાનગરમાં આજે સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહ્યા હતા. જ્યાં ગોંડલ,વીરપુર અને આટકોટ પંથકમાં આજે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.

ધુમ્મસને કારણે શહેરમાં ઠંડીનો પારો ઉંચકાયો હતો.આજે રાજકોટનું લઘુતમ તાપમાન 17.3 ડિગ્રીએ રહ્યું હતું અને દિવસમાં તાપમાનનો પારો ચાર ડિગ્રીથી વધુ ઉંચકાયો હતો. સવારે 8:30 કલાકે તાપમાન 19 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા અને પવનની ગતિ 5 કિમિ પ્રતિકલાક રહેવા પામી હતી.

સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે થતી ઝાકળવર્ષાની અસર બે દિવસ રહેતી હોય છે. જો કે હજુ આવતીકાલે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઝાકળવર્ષા રહેશે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યકત કરી છે અને બે થી ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે તેવી પણ શકયતા છે.  આજે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.