Abtak Media Google News

દર્દીઓના ધસારાને પહોંચી વળવા બીજું નવું મશીન તૈનાત કરાશે: જયંત ઠાકર

પીડીયુ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ રાજકોટના કાઉન્સેલર જયંત ઠાકરની યાદીમાં જણાવાયું છે કે પીડીયુ સીવીલ હોસ્પિટલમાં કેસબારીમાં ભારે ટ્રાફીક રહેતો હોય દર્દીઓને ૧ થી ર કલાક સુધી ઉભુ રહેવું પડતું હોય અગવડતા ભોગવવી પડતી હોય આ કેસબારીમાં વ્યવસ્થાના ભાગરુપે. ટોકન સીસ્ટમ શરુ કરવામાં આવી છે. જેનાથી સારવાર લેવા આવતા અસંખ્ય દર્દીઓની મુશ્કેલીમાં આંશિક ઘટાડો થયો છે.

અને દર્દીઓએ રાહતની લાગણી અનુભવી છે. આ ટોકન સીસ્ટમથી સારવાર લેવા આવતા દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે ટોકનની ફાળવણી સારવાર લેવા આવતા દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે ટોકનની ફાળવણી કરવામાં આવે છે અને જયાં સુધી દર્દીનો વારો ન આવે ત્યાં સુધી દર્દીઓ માટે બેસવા માટે બાંકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ કેસબારી સવારે ૮.૩૦ થી બપોરે ૧૨.૩૦ તેમજ સાંજે ૪ થી ૬.૩૦ સુધી ખુલ્લી રહેતી હોય છે.

વધુમાં જણાવાયું દર્દીઓના ધસારાને પહોંચી વળવા નવું ટોકન સીસ્ટમ બારીનું વધુ એક મશીન મુકવાનો નિર્ણય લીધો છે જે ટુંક સમયમાં જ કાર્યરત થઇ જશે આ નવા ટોકન મશીનથી દર્દીઓને પડતી હાલાકી નો અંત આવશે. વધુમાં દવાબારી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે જે પણ આવકારદાયક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.