Abtak Media Google News

મેઘમહેરથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જંગલના રાજા પ્રકૃતિને માણવા જંગલમાં ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

એક અનુમાન પ્રમાણે ગીર મધ્યમાં એકસાથે લીલાછમ્મ જંગલમાં એકસાથે 14 સિંહ જોવા મળતા સિંહપ્રેમીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

કહેવાય છે કે સિંહના ટોળા ન હોય પરંતુ અહીં તો એકસાથે 14 સિંહો વીડિયોમાં કેદ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.