Abtak Media Google News

મોરબી માર્કેટ યાર્ડમાં શાકભાજીના વેપારી પર છરી વડે હુમલો કરીને સોનાના ચેઇનનું લૂંટ ચલાવનાર શખ્સને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ શનાળા રોડ પર માર્કેટ યાર્ડમાં દુકાન નં.૩ પાસે શાકભાજીનો વેપાર કરતા રૂપેશભાઈ દિનેશચંદ્ર કાથરાણી ઉ.વ.૪૨ સાથે અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી રહે. સિપાઈ વાસ વાળાએ અગાઉના ઉધાર પ્રશ્ને ઝઘડો કરી છરી વડે હુમલો કરીને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી.
546184 Chain Snatching 020617આ મામલે રૂપેશભાઈએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.