Abtak Media Google News

ગેરકાનુની રીતે ઘરમાં પાન, માવા અને સિગારેટનું ધુમ વેચાણ કરનારાઓ ત્રણ શખ્સોને એ ડિવિઝન પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા

વિશ્ર્વભરમાં નોવેલ કોરોના વાયરસ અને ડબલ્યુએચઓ દ્વારા વૈશ્ર્વિક મહામારી જાહેર કરેલી છે તે સંબંધે તકેદારીનાં ભાગરૂ પે લોકો કામ વગર બિનજરૂ રી ઘરની બહાર ન નિકળે તે માટે પાન, બીડીની દુકાનો બંધ રાખવા માટે તાકિદ કરવામાં આવી છે જેને લઈ પોલીસ સતત પેટ્રોલીંગ કરતી નજરે પડે છે ત્યારે અબતક મીડિયાને બાતમીનાં આધારે મળેલી વિગત મુજબ સરદારનગર મેઈન રોડ ઉપર બજરંગ કોલ્ડ્રીંકસ નામની દુકાન અને સંલગ્ન મકાનમાં તમાકુ તથા સિગારેટનો વેપાર કરનારાઓ ઉપર સ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૯૫ રૂ પિયાની એમઆરપીવાળા સિગારેટનાં પેકેટનાં મકાન માલિક ૨૫૦ રૂ પિયા લેતા હોવાનું સ્ટીંગમાં સામે આવ્યું છે. આ અંગેની જાણ થતા જ રાજકોટ શહેરનાં ઝોન-૧ વિસ્તારનાં એસીપી ટંડેલની સમય સુચકતાને ધ્યાને લઈ રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને તાકિદ કરી હતી જયાં પોલીસ કાફલો બજરંગ કોલ્ડ્રીંકસ નામની દુકાન અને મકાનમાં લોકોને ભેગા કરી ભીડ કરતા હોવાનું સામે આવતા દોડી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા મકાનનાં માલિકને સોપારી તથા સિગારેટનો વેપાર કરતા મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.

પકડાયેલા આરોપીમાં પ્રકાશ ચોલેરા (ઉ.વ.૩૬), રસિક ચોલેરા (ઉ.વ.૪૨) અને પ્રશાંત ચોલેરા (ઉ.વ.૪૦)ને પોલીસે ધરપકડ કરી હતી અને કાયદાનાં પાઠ ભણાવ્યા હતા.

પોલીસને આ રેડ દરમિયાન સિગારેટનાં પેકેટ તથા બાબુ ચુનાનાં પાર્સલ તથા બીડીનાં બંડલ અને સોપારી મળી કુલ ૭૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. આ કામગીરી કરનાર એ ડિવિઝનનાં પોલીસ કર્મચારીઓમાં પોલીસ ઈન્સ્પેકટર સી.જી.જોશી, પીએસઆઈ વી.એમ.ડોડીયા સહિતનાં પોલીસ અધિકારી આ રેડમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.