Abtak Media Google News

હાલના દિવસોમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોને લઈને જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’ની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનું ટીઝર 16 એપ્રિલે રિલીઝ થયું છે. જેમાં 1987ના મુંબઇમાં થયેલા સૌથી મોટા કૌભાંડની કહાની બતાવવામાં આવી રહી છે. આ ટીઝરમાં ફિલ્મના પાવરફુલ સીન્સની ઝલક બતાવવી છે. જેમાં લીડ પાત્ર અંગે હિંટ મળી રહ્યા છે. તે ટીઝર રિલીઝની સાથે-સાથે ફિલ્મ ‘ધ બિગ બુલ’ના ટ્રેલર અને તેના રિલીઝ ડેટ સંબંધિત માહિતી પણ શેર કરવામાં આવી છે.

અભિષેક બચ્ચને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ધ બિગ બુલ’નું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરમાં અભિષેક બચ્ચનની ઝલક જોવા મળી છે. જો કે તેણે આ ફિલ્મમાં તેમનો કોઈ ડાયલોગ સાંભળવા મળતો નથી. ફિલ્મના કેટલાક સીન્સ જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં અભિનેતા અજય દેવગણનો વોઈસ ઓવર સંભળાય છે. તે કહેતા જોવા મળે છે – ‘છોટે ઘરોમે પેદા હોને વાલો કો અક્સર બડે સપને દેખને સે મના કર દેતે હે દુનિયા. ઈસલીએ ઉસને અપની નવી દુનિય ખડી કર દી, ‘ધ બિગ બુલ’ સૌથી મોટો કૌભાંડ’.

https://www.instagram.com/p/CMd-Y1XDBbT/?utm_source=ig_embed

આ ટીઝરને શેર કરતી વખતે લખ્યું છે- ‘આ છે’ ધ બીગ બુલ’… સૌથી મોટો કૌભાંડ!!! ટ્રેલર 19 માર્ચે આવી રહ્યું છે. #TheBigBull 8 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર 8 એપ્રિલે રિલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.