Abtak Media Google News
  • ભારત જૈન મહામંડળ ઉપક્રમે યોગી સભાગૃહ ખાતે ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો

Whatsapp Image 2024 04 21 At 20.10 1

Advertisement

Whatsapp Image 2024 04 21 At 20.10

જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2623માં જન્મ કલ્યાણક નિમિત્તે યોગી સભાગૃહ ખાતે ભારત જૈન મહામંડળના ઉપક્રમે આયોજિત કરવામાં આવેલા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવમાં પૂ.મુનિ કમલકુમારજી મહારાજ સાહેબ, પૂ.આચાર્ય નયપદ્મસાગરજી મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ તેમજ પૂજ્ય સાધ્વી અક્ષયજ્યોતિજી મહાસતીજીએ પ્રભુ મહાવીરનો સંદેશ પ્રસરાવીને સહુને પ્રેરિત કર્યા હતાં.અતિથિ વિશેષ ન્યાયમૂર્તિ સંદિપજી મહેતા (સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા), ન્યાયમૂર્તિ ડો.સુધિરકુમારજી જૈન (દિલ્હી હાઇ કોર્ટ)એવમ જિતેન્દ્રજી જૈન (મુંબઈ હાઇ કોર્ટ) અને મંગલ પ્રભાતજી લોઢા – (કેબિનેટ મંત્રી- મહારાષ્ટ્ર રાજ્ય), મિલનજી દેવરા (રાજ્ય સભા સાંસદ) વકીલ ઉજ્જવલ નિકમજી, રાહુલ નાર્વેકરજી (મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ), મિલનજી દેવરા આદિ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે અનેકાનેક ભાવિકો ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ઉજવીને ધન્ય બન્યા હતા. આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે, ભગવાન મહાવીર જેવા ચારિત્રવાન બનીને ભગવાનના ચાહક બની જઈએ. ભગવાન મહાવીરની તપશ્ર્ચર્યામાં આંતરિક શક્તિઓને ખિલવવાની ક્ષમતા હતી. આ અવસરે ઉપસ્થિત સર્વ અતિથિ વિશેષ મહાનુભાવોએ અહોભાવથી અખંડ 1008 આયંબિલ તપ આરાધિકા મહાતપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજીના પારણા હેતુ સાકર અર્પણ કરતાં હર્ષ હર્ષ છવાયો હતો. ભારત જૈન મહામંડળના ડાંગીજી, રાકેશભાઈ મહેતા, સુભાષ ઋણવાલજી, મોતીલાલ ઓસવાલજી આદિએ ઉપસ્થિત જજનું સન્માન કરેલ. સાંજના સમયે મુંબઈભરની જૈન પાઠશાળાના બાળકોએ ઘાટકોપરમાં ભગવાન મહાવીરનો જય-જયકાર કર્યો હતો.

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.