Abtak Media Google News

મોરબીના મકનસર ગામે સીરામીક એકમનો ગેસ પ્લાન્ટ જોવા આવેલા યુવાનનું પ્લાન્ટની અંદર  અકસ્માતે મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મકનસર ગામે આવેલા રી કોન સીરામીક એકમના ગેસ પ્લાન્ટમાં અકસ્માતે ગોપાલ ભગવાનસિંગ ભિલાલ (ઉ.વ.૧૯) નું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવાનના પિતા કારખાનામાં નોકરી કરે છે. જેથી આ યુવાન કારખાનામાં આવેલો ગેસ પ્લાન્ટ જોવા આવ્યો હતો. તે દરમિયાન અકસ્માતે યુવાનનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.