Abtak Media Google News

અરબી સમુદ્રના કિનાર, સિન્ધુ સદન મહાલયની સામે તથા રામવાડી મદીરની દક્ષિણે આ પુરાણ પ્રસિઘ્ધ સિઘ્ધનાથ મહાદેવનું શિવાલય આવેલ છે, જેનું સંકુલ વિશાળ ધેરાવામાં ફેલાયેલું છે. આ મંદીરની સ્થાપના ઇતિહાસ અનુસાર શંકરાચાર્ય સમુદાય દ્વારા કરવામાં આવી રહી, અહીં શિવનું પૂજન શીવલીંગ સ્વરુપે થાય છે. દરેક શિવમંદીરમાં હોય છે તેમ અહીં માતા પાર્વતીની દિવાલમાં પ્રતિમા છે. તેની ડાબી બાજુ ગંગાજીની મૂર્તિની સ્થાપના થયેલ છે. તો અનય ખૂણામાં કુબેરની પૂજા થાય છે. દ્વારકા પંથકમાં કુબેરની સેવ્યા પ્રતિમાઓ ઓછી મળી આવીછે. રૂકિમણી મંદીરની જંધામાં દિશાના દેવ તરીકે એક સુંદર કુબેરની પ્રતિમા છે. કુબેર એ દેવોમાં ધનના દેવ ગણાય છે. આ પ્રતિમા પરથી એટલું અનુમાન થઇ શકે કે ભૂતકાળમાં દ્વારકા ક્ષેત્રમાં કુબેરની પૂજા થતી હશે.

મંદીરના ધેરાવામાં અનેક સમાધિઓ આવેલ છે જે સેવા પૂજા કરતા ગોસાઇ કુટુંબના વડવાઓની છે. મંદીરના પ્રવેશ દ્વાર પાસે હનુમાનજીનું મંદિર તથા દ્વારકાથી પ્રસિઘ્ધ જ્ઞાન વાવ આવેલી છે. જે ધેધુર વટવૃક્ષથી ધેરાયેલી દેખાય છે. આ વાવ પગથીયાથી છેક તળીયા સુધી જઇ શકાય એવા પ્રકારની છે. વાવની પડથાર શિવલીંગના થાળા આકારની બાંધેલ છે. તેમાં એક રાજપૂતકાલીન કલાત્મક કલાકૃતિ મઢેલ છે. શ્રાવણ માસ દરમ્યાન સિઘ્ધનાથ મહાદેવનું પુજન અર્ચન વધારે પ્રમાણમાં થતું જોવા મળે છે. સાથે સાથે જ્ઞાન વાવ તથા પીપળાના વૃક્ષને ચડાવવામાં આવે છે. આ રૂઢિ વર્ષોથી ભાવિકોમાં ચાલી આવી છે.સિઘ્ધેશ્ર્વર મહાદેવના મંદિરનો ર્જીણોઘ્ધાર તેમજ નવા શિવલીંગની પ્રાણપ્રતિષ્ઠા દ્વારકાના શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન અનુસાર થઇ હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા શ્રાવણ વદ પાંચમને વિ.સ. ૨૦૪૨ ને તા. ૨૪-૦૮-૧૯૮૬ ના રવિવારે મઘ્યાહન સમયે અભિજિત નક્ષત્રમાં સંપન્ન થયાની નોંધ મળે છે.

મા, નરોત્તમ પલાણના મંતવ્ય પ્રમાણે જે શિવમંદિરના નામ પાછળ શ્ર્વર શબ્દ હોય તેનાથી ના પાછળ નાથ શબ્દ આવતો હોય તે મંદિરને વધારે પ્રાચીન ગણવું. આ અર્થમાં સિઘ્ધનાથ શિવાલય એક પ્રાચીન ક્ષેત્ર ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.