Abtak Media Google News

હળવદના નવા અમરાપર ગામે રહેતી યુવતીના નામની ફેક આઇડી બનાવી યુવતીની બદનામી થાય તેવા મેસેજ કરી યુવતીને સોસીયલ મિડિયા પર હેરાન પરેશાન કરનારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ તથા અરજી અન્વયે સાયબર ક્રાઈમ દ્રારા તપાસ કરતા ફરીયાદીએ કરેલ અરજીને સમર્થન મળતી હકીકત જણાય આવતા સાયબર ક્રાઈમ મોરબી દ્રારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરાવી આરોપીની હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી હાલ કેસની આગળની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ.છાસીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Advertisement

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં આરોપી મહેશભાઈ રણછોડભાઈ રહે.વેગડવાવએ ફરીયાદી યુવતીનું પોતાના મોબાઈલમાં ઈસ્ટાગ્રામમાં ફેક આઈ.ડી. બનાવીને ફરીયાદીના પતિને તથા સંબંધીઓને ફોટા તથા બિભત્સ મેસેજ કરેલ તેમજ ઈસ્ટાગ્રામના પ્રોફાઈલમાં ફરીયાદીનો ફોટો રાખી સોશીયલ મીડીયા દ્રારા ફરીયાદીને હેરાન પરેશાન કરવા તથા બદનામ કરી ગુનો કરેલ હોય જે બાબતે તા.૦૭ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

ઉપરોક્ત ફરિયાદમાં ફરીયાદી યુવતીને આરોપી એકતરફી પ્રેમ કરતો હોય જેથી પોતાના મોબાઈલમાં ફેક આઈ.ડી. બનાવીને ફરીયાદી યુવતીના સગા સંબંધીઓ તથા તેના પતિને બિભત્સ મેસેજ કરી બદનામ કરતો હોય જેથી ફરીયાદીએ સાયબર ક્રાઈમ એલ.સી.બી. કચેરી ખાતે અરજી કરેલ અને જે અરજી અન્વયે સાયબર ક્રાઈમ દ્રારા તપાસ કરતા સમર્થન મળતી હકીકત જણાય આવતા સાયબર ક્રાઈમ મોરબી દ્રારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી યુવતીને ફરીયાદ કરવાની સમજ કરતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે આરોપી મહેશભાઈ રણછોડભાઈ કોળી રહે.વેગડૅવાવ તા.હળવદ વાળા વિરૂધ્ધમાં ફરીયાદ કરતા આ કામના આરોપીની તપાસ કરી તેની અટક કરવામાં આવી હતી હાલ તપાસની તજવીજ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.