Abtak Media Google News

ધાર્મિક તેમજ સામાજીક સંગઠનોની વૈશ્વીક સમસ્યાઓના સમાધાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા: આચાર્ય લોકેશ

નેપાળના કાઠમંડુમાં યુનિવર્સલ પીસ ફેડરેશન (યુપીએફ) દ્વારા એશિયા પેસિફીક સંમેલન ૨૦૧૮ના ઉદધાટન સમારંભને નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્માઓલીએ સંબોધિત કર્યા. ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનને કંબોડિયાના પ્રધાનમંત્રી શ્રી હુનસેન, મયમનારના રાષ્ટ્રીઘ્યક્ષ ઔગસન સૂ કયી, નૌરુ ના રાષ્ટ્રપતિ બરોન બાકા, ફિલીપીસના ઉપરાષ્ટ્રપતિ મારિયા બીયોનોર, સામાઓના રાષ્ટ્રઘ્યક્ષ વાલેટો તુવાલુના રાજયપાલ લકોબા ઇટાલેલી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા,  પાકિસ્તાનાા પૂર્વ પ્રધાનમંત્રી રઝા ગિલાનીએ પણ સંબોધન કર્યુ હતું.

અહિંસા વિશ્ર્વ ભારતી ભારતના સંસ્થાપક જૈન આચાર્ય ડો. લોકેશ મુનિ, ઉપાઘ્યક્ષ તેમજ ડાયરેકટર ઓફીસ સંયુકત રાષ્ટ્ર યુપીએફ ઇન્ટરનેશનલ ડો.તાગેલડીન હામદ, બૌઘ્ધિરાજા ધામા સ્કુલ શ્રીલંકાના આચાર્ય શ્રી ઉદુગંપોલા  હેમરતના યુનિફાઇડ રેફોરમેડ ક્રિશ્ચીન ચર્ચ ન્યુઝીલેન્ડથી સુયમલી નાઇસલી તફકાઇ, તરલાબાલુ જગતગુરુ બૃહનમઠ ભારતના પ્રમુખ ડો. શિવમૂર્તિ શિવાચાર્ય મટુસ્વામી, ધ રિલીજીયસ એડમીનીસ્ટેશન કઝાકિસ્તાન મુસ્લિમના પ્રથમ ઇમામ શેખ કુયત માનુપર્વ, ઇટરનેશનલ બૌઘ્ધિષ્ટ એજયુકેશન સેટર મ્યાંનારના આચાર્ય શોભિત, નેપાળના  અપોસ્ટોલિક બિશપ પોલ સિમિ કરૂસંસ્થાપક મુખ્ય આચાર્ય હિન્દુ વિદ્યાપીઠ નેપાળના ડો. ચિંતામણીયોગી વિગેરેએ વિશેષ સત્ર વર્તમાન પડકારો ના સમાધાનમાં ધાર્મિક તેમજ સામાજીક સંગઠનોના સમાધાનમાં ધાર્મિક તેમજ સામાજીક સંગઠનોનું યોગદાન ને સંબોધિત કર્યુ.

નેપાળના પ્ર્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ કહ્યું કે તેમનો દેશ બધા પડોશી દેશો સાથે આવા દોસ્તીના અને સહયોગાત્મક સબંધ કાયમ રાખવા પ્રતિબઘ્ધ છે. જે સમાનતા અને પરસ્પર સન્માનની ભાવના પર આધારીત છે. એશિયા પ્રશાંત શિખર સંમેલન નેપાળ-૨૦૧૮ ના શરુઆત ના સત્રને સંબોધિત કરતા પી.એમ.ઓલીએ કહ્યું કે નેપાળ સામાજીક તેમજ આર્થિક વિકાસના તીવ્ર પથ પર આગળ વધવાનો પ્રયાસ કરે છે. જેના સમાજના બધા વર્ગો તેમજ બધા ક્ષેત્રના લોકોનો વિકાસ સામેલ છે. તેમણે કહ્યું કે અમે શાંતિપ્રિય અને સમૃઘ્ધ નેપાળના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

આચાર્ય ડો. લોકેશ મુનિએ કહ્યું કે ધાર્મિક તેમજ સામાજીક સંગઠન વર્તમાન સમયમાં વિશ્ર્વના પડકારોને દુર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેમ કે તે સમાજના એક મોટા વર્ગ સાથે કામ કરે છે. અને તેમનો અવાજ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચે છે. વિશ્ર્વ જનમાનસ યુઘ્ધ, હિંસા અને આતંકવાદ, ગ્લોબલ વામિંગ, પર્યાવરણ, પ્રદુષણ અસમાનતા ગરીબી અને વંચિતતા મૂલ્ય આધારિત શિક્ષાનો અભાવ જેવા પડકારોનો સામના કરી રહ્યું છે. દરેક ધર્મ આ સમકાલીન સમસ્યાઓનું સમાધાન આપે છે. વૈશ્વીક સમસ્યાઓ ને હલ કરવા માટે વિભિન્ન ધર્મના ગુરુઓને એક મંચ પર આવવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.