Abtak Media Google News

અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા અદાણી સ્પોર્ટ્સલાઈન અને રેડીયો મિર્ચી આયોજિત બે દિવાસીય આંતરશાળા કબડ્ડી અને ખો-ખો લીગમાં રાજકોટની 30થી વધુ શાળાઓ વચ્ચે રમાઈ હતી. બે દિવસના અંતે કબડ્ડીની બે ટીમ અને ખો-ખોની એક ટીમ રાજકોટમાં વિજેતા જાહેર થઈ હતી. આ ત્રણ ટીમ હવે ફાઇનલ રાઉન્ડ અમદાવાદ ખાતે રમશે.

Rajkot Pic 01

રાજકોટની ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓમાથી કબડ્ડીની 32 ટીમ અને ખો ખોની 16  ટીમએ ભાગ લીધો હતો. કબડ્ડીની પ્રથમ ફાઇનલ આદર્શ નિવાસી શાળા, રાજકોટ અને સરદાર પટેલ વિદ્યા મંદિર વચ્ચે રમાઈ હતી.

Rajkot Pic 04

જેમાં સરદાર વિદ્યા મંદિરએ 42 પોઈન્ટ સામે જેમાં આદર્શ નિવાસી શાળાને 49 પોઈન્ટ લઈને વિજેતા થઈ હતી. જ્યારે કબડ્ડીની બીજી ફાઈનલમાં પંચશીલ સ્કૂલના 47 પોઈન્ટ સામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળએ 87 બનાવી સરળતાથી વિજય હાંસલ કર્યો હતો.

Rajkot Pic 03

ખો-ખોની ફાઈનલમાં આદર્શ નિવાસી શાળાના 25 પોઈન્ટ સામે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ માત્ર 4 પોઈન્ટ જ બનાવી શકી હતી. હવે આદર્શ નિવાસી શાળાની કબડ્ડી અને ખો-ખોની ટીમ અને  સ્વામિનારાયણ ગુરુકુળની રાજકોટ વિજેતા ટીમ આ મહિનાના અંતમાં અમદાવાદ ખાતે સુરત, વડોદરા અને અમદાવાદની ટીમ સાથે ફાઇનલમાં રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.