Abtak Media Google News

ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ સુરક્ષાના મોટર અધિનિયમ અને કાયદાઓનાં અમલનાં અભાવે અકસ્માતોની માત્રામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી ગુજરાત આર.ટી.ઓ દ્વારા રાજયના મહાનગરો સહિત ૧૧ જિલ્લાઓમાં રોડ સેફટી જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

તેના ભાગરૂપે રાજકોટમાં રૈયા રોડ રેલવે ફાટક પાસે આવેલ આદિત્ય સ્કુલમાં બાળકોને માર્ગ સુરક્ષાનું પ્રાથમિક જ્ઞાન અને સમજ આપવા રાજકોટ આર.ટી.ઓ કચેરી દ્વારા માર્ગદર્શન વાર્તાલાપ યોજાઈ ગયો.

ત્રિવેદીએ દરેક ચિન્હ્ના પ્રતિકો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીને તેની ઉપયોગીતા સમજાવી હતી. મોટર વ્હીકલ કાયદાની કલમો ૧૧, ૧૩૮, ૧૧૯, ૧૧૨, ૧૯૦ તથા ૧૮૪-૮૫ની વિસ્તૃત વિગતો વર્ણવી હતી. આર.ટી.ઓ દ્વારા ખાસ કેપ ગીફટ આપીને બિરદાવ્યા હતા.

આરટીઓ રાજકોટના પ્રોજેકટ એકઝયુકીટીવ મહેશભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ જનહિતના કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષીકા બહેનો સુરેખાબેન ગણાત્રા, હેતલબેન, રીમાબેન, પ્રવિણાબા, નેહાબેન, ચાર્મીબેન, રીના મેડમ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.