Abtak Media Google News

 

સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે આચાર્ય લોકેશજી સહિત અન્ય ધર્માચાર્યોએ વિશ્વ ધર્મ સંવાદ-૨૦૨૨ કર્યુંં સંબોધન

 

અબતક,રાજકોટ

૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનાં જન્મ દિવસને ભારત સરકાર ’યુવા દિવસ’ તરીકે ઉજવે છે. આ દરમિયાન દેશ-વિદેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આ વર્ષે દિલ્લીમાં સ્વામી વિવેકાનંદનાં જન્મદિવસ પર ’સોશિયલ રીફોર્મ્સ ઍન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન’એ ’વિશ્વ ધર્મ સંવાદ’ નો આયોજન કર્યું. વિશ્વ ધર્મ સંવાદમાં હિંદુ, શીખ, જૈન, મુસ્લિમ, યહૂદી અને બહાઈ ધર્મનાં ધર્મગુરુઓએ ભાગ લીધો.

જ્યારે પણ દેશ-વિદેશમાં ધર્મની વચ્ચે જાતિભેદ, સાંપ્રદાયિકતા, ઊંચ નીચના ભેદભાવ જોવા મળે છે ત્યારે સ્વામી વિવેકાનંદનું નામ સૌથી પહેલા યાદ આવે છે. તેનું કારણ છે કે ૧૮૯૩માં અમેરિકાનાં શિકાગો શહેરમાં આયોજિત વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે જાતિ, ધર્મ ભેદભાવનાં સંકુચિતતાને છોડવા પર ભાર મૂક્યો હતો. આ ધર્મ સંવાદમાં સ્વામી રાઘવાનંદજીએ મુખ્ય અતિથી તરીકે સભાનું સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે ધર્મ બે અલગ અલગ સંસ્કાર, સંસ્કૃતિને એકસાથે લઈ આવે છે. વર્તમાન સમયની સમસ્યા જ એ છે કે ભગવાનમાં બધા જ માને છે પણ ભગવાને કહેલી વાતો કોઈ જ માનતું નથી. વેદ, કુરાન, બાઇબલ, તોરાને બધાં જ માને છે પરંતુ કોઈ તેમાંની શિક્ષા લેતું નથી.

વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ યુવાનીમાં જ ધર્મ, દર્શન, જીવન, વિશ્વ બંધુત્વ જેવા વિષયો પર મહારત મેળવવાની સાથે જે સંદેશાઓ આપી ગયા છે તે આજે પણ માનવ કલ્યાણની રાહ સૂચવે છે. એમણે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદનાં સૂચવેલ માર્ગ પર ચાલવાથી દેશની એકતા, અખંડતા અને સામાજિક સૌહાર્દ  મજબૂત રહેશે. શીખ ધર્મમાં સિંહ સાહેબ જ્ઞાની રણજીતસિંહજીએ કહ્યું કે, “ભારતમાં એક ફૂલદાનીનાં વિવિધ ફૂલોની જેમ અલગ અલગ વિવિધ ધર્મોનાં લોકો એકસાથે રહે છે.આપણે સર્વ ધર્મનું સન્માન કરવું જોઈએ. માણસની દરેક સમસ્યાઓનો નિવેડો સંવાદથી આવી શકે છે હથિયારથી નહિ. એમણે અમેરિકાનાં રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે અમેરિકા શીખ ધર્મની સેવાભાવનાને પ્રમુખતા આપે છે અને શીખ ધર્મનાં લંગર પ્રસાદની પ્રસંશા આખી દુનિયામાં થાય છે.

ભારતનાં યહૂદી ધર્મના પ્રમુખ રબ્બી ઇજેકીલ ઇસહાક માલેકરએ સ્વામી વિવેકાનંદને યાદ કરતાં જણાવ્યું કે મંદિરમાં ફૂલ ચઢાવતા પહેલા પોતાનાં અંતરમનને સુગંધિત કરવું વધારે જરૂરી છે. મંદિરમાં દીપ પ્રગટાવતા પહેલા ઘરમાં રોશની થવી અનિવાર્ય છે. કોઈનું દિલ દુભાવવું એ સૌથી મોટું અધર્મ છે. આપણે આપણી ઓળખ તરીકે ધર્મને બદલે ભારતીયતાને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. આ સાથે આપણે પર્યાવરણની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ.આર્ય સમાજનાં વિનય આર્યજીએ જણાવ્યું કે ધર્મ નાશવંત નથી. અધર્મ નાશ પામે છે. જ્યારે અન્યનાં સુખમાં સુખ અને અન્યનાં દુ:ખમાં દુ:ખ અનુભવવામાં આવશે ત્યારે જ માનવનું કલ્યાણ શક્ય છે.

બહાઈ ધર્મનાં  શિપ્રા ઉપાધ્યાયે કોરોનાકાળમાં પણ વિશ્વ ધર્મ સંવાદનાં આયોજનની શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું કે ગરીબોની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. તેમણે શિક્ષણમાં સુધાર લાવવાનાં વિષય પર વધુ ચર્ચા કરી.

બ્રહ્મકુમારી સપનાદીદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદજીની જયંતીએ વિશ્વ ધર્મ સંવાદનું આયોજન સંસારનાં તમામ ધર્મ, પંથ, સંપ્રદાય માનવમાત્રને, પ્રકૃતિને, શાંતિના માર્ગ પર સાથે ચાલીને, આત્મકલ્યાણની પ્રેરણા આપીને આ ધરતીનાં રક્ષણ અને સંવર્ધન માટે પર્યાવરણ સંરક્ષણ માટે પ્રોત્સાહન આપશે.એ

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.